Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

સૌરાષ્ટ્ર હાઈસ્કુલના પ્રમુખ ઈલાબેન વછરાજાનીને છાત્રો દ્વારા ભાવભીની વિદાય

રાજકોટ : સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી જૂનું ૧૧૯ વર્ષથી ચાલતુ ટ્રસ્ટ શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ટ્રસ્ટના પ્રમુખ આજીવન શિક્ષક ડો.ઈલાબેન વછરાજાનીની મંગળયાત્રામાં તમામ ક્ષેત્રોના મહાનુભાવો જોડાયા હતા. સવારે ૮ કલાકે નર્મદા પાર્ક ખાતે પ્રેમ મંદિરથી નીકળેલી મંગળ યાત્રા સૌરાષ્ટ્ર હાઈસ્કુલના પટાંગણમાં આવી ત્યારે લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. ૧૯૭૫થી ૨૦૦૩ સતત ૨૮ વર્ષ ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે જીવનપર્યત શિક્ષક રહી હજારો વિદ્યાર્થીઓના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ડો.ઈલાબેન વછરાજાનીએ સ્વૈચ્છિક નિવૃતિ લીધા બાદ છેલ્લા ૩ વર્ષથી સૌરાષ્ટ્ર હાઈસ્કુલમાં પ્રમુખ તરીકે જોડાયા. આ તેમના નેતૃત્વ નીચે ફરી એક વાર સૌરાષ્ટ્ર હાઈસ્કુલે વિકાસની હરણફાળ ભરી છે. આજે તેમની મંગળયાત્રા સૌરાષ્ટ્ર હાઈસ્કુલના ટ્રસ્ટી મુકેશભાઈ દોશી તથા હરદેવસિંહ જાડેજા તેમજ સ્ટાફ મિત્રોએ પુષ્પાંજલી અર્પણ કરી શ્રદ્ધાંજલી અર્પી હતી. સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ડો.ઈલાબેન વછરાજાનીની સેવાને કયારેય ભૂલી શકશે નહિં. પ્રભુ તેમની આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી છે.

(4:04 pm IST)