Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

સલામત સવારી એસટી અમારી, કામચલાઉ બસ સ્ટેશનમાં ભરપુર હાડમારી!

શહેરમાં રોગચાળાએ ભરડો લીધો છે ત્યારે શાસ્ત્રી મેદાનમાં ગંદુ તલાવડુ મચ્છર ઉત્પાદનનું કેન્દ્ર બન્યું!

રાજકોટઃ શહેરમાં કરોડોના ખર્ચે નવું એસટી બસ સ્ટેશન બની રહ્યું છે. જે શરૂ થવામાં હજુ સમય લાગે તેમ છે. બીજી તરફ શાસ્ત્રી મેદાનમાં કામચલાઉ એસટી બસ સ્ટેશન ઉભુ કરાયું છે. એસટીનું સુત્ર છે કે સલામત સવારી એસટી અમારી...મુસાફરોને બેશક સલામત સવારી તો એસટી તંત્ર આપી જ રહ્યું છે. પરંતુ શાસ્ત્રી મેદાનમાં જ્યાં બસ સ્ટેશન ઉભુ કરવામાં આવ્યું છે ત્યાં મુસાફરોને અનેક હાડમારી પણ સહન કરવી પડે છે. શહેરમાં ઠેકઠેકાણે રોગચાળો ભરડો લઇ રહ્યો છે ત્યારે આ કામચલાઉ બસ સ્ટેશનમાં ગંદા પાણીના તલાવડાને કારણે 'મચ્છર ઉત્પાદન કેન્દ્ર' શરૂ થઇ ગયું છે!..તસ્વીરમાં દેખાય છે તેવું કાદવ-કિચડનું તલાવડુ લોકો માટે હાડમારી ઉભુ કરી રહ્યું છે. સંબંધીત તંત્ર જાગે તે જરૂરી છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:04 pm IST)