Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ખોડલધામ સાઉથ ઝોનમાં સર્વજ્ઞાતિની બહેનો માટે રાસોત્સવ

ગ્રાઉન્ડમાં ફકત બહેનોને જ એન્ટ્રીઃ દોઢ લાખ વોલ્ટની સાઉન્ડ સિસ્ટમ્સઃ સુરક્ષામાં ખાસ ધ્યાન અપાશેઃ શેઠ હાઈસ્કૂલના મેદાનમાં ત્રણ હજારથી વધુ બહેનો ગરબે ઘુમશેઃ દરરોજ લાખેણા ઈનામોની વણઝાર

રાજકોટ,તા.૨૫: દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડલધામ નવરાત્રિ મહોત્સવ સાઉથ ઝોન દ્વારા સર્વ જ્ઞાતિની બહેનો માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. વિશાળ ગ્રાઉન્ડમાં પારિવારિક માહોલમાં ફકત બહેનો માટે રાજકોટ શહેરના સાઉથ ઝોન શેઠ હાઈસ્કૂલના મેદાનમાં ભવ્ય આયોજન કરાયું છે. નવરાત્રિ મહોત્સવમાં દોઢ લાખ વોલ્ટની અતિ આધુનિક સાઉન્ડ સિસ્ટમ રાખવામાં આવી છે.

ખોડલધામ નવરાત્રિ મહોત્સવ સાઉથ ઝોન દ્વારા શ્રી પી એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કૂલ, ૮૦ ફૂટ રોડ, ભકિતનગર સર્કલ પાસે તા.૨૯ સપ્ટેમ્બરથી ૭ ઓકટોબર સુધી રાત્રિના ૮:૩૦ થી ૧૨ વાગ્યા સુધી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાઉથ ઝોન આયોજિત ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં સીંગર તરીકે વિશાલ વરૂ, બસીર પાલેજા, મનિષા પ્રજાપતિ અને રિધમ એરેન્જ તરીકે રવિ સાનીયા જયારે રીંકલ પટેલ (જય રામદેવ સાઉન્ડ) તરીકે જોડાશે.

રાસ- ગરબાનું લાઈવ ટેલિકાસ્ટ મેદાન પર નિહાળી શકાય તે માટે એલ.ઈ.ડી.સ્ક્રીનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એક સાથે ૩ હજાર જેટલી મહિલાઓ પારિવારિક માહોલમાં ગરબે રમી શકે તેવી સુંદર વ્યવસ્થા કારાયેલી છે. મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને મહિલા સ્વયંસેવકો અને સિકયુરિટીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. નવરાત્રિ મહોત્સવના ગ્રાઉન્ડમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. વિશાળ પાર્કિંગ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

ખોડલધામ નવરાત્રિ મહોત્સવ સાઉથ ઝોન દ્વારા સર્વ સમાજના બહેનો માટેનું સંપૂર્ણ ધાર્મિક અને સામાજિક વાતાવરણ વચ્ચે આ આયોજન કરાયું છે. નવે નવ દિવસ ખેલૈયામાંથી પ્રિન્સેસને ઈનામ પણ આપવામાં આવશે.

ખોડલધામ નવરાત્રિ મહોત્સવ સાઉથ ઝોન દ્વારા હાલ નવરાત્રિના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખોડલધામ સાઉથ ઝોન નવરાત્રિ મહોત્સવના પાસ મેળવવા માટે સાઉથ ઝોન કાર્યાલય, એકોર્ડ મોલની બાજુમાં, દેવપરા શાક માર્કેટ સામે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે સુધીરભાઈ ઠુંમર મો.નં.૯૮૨૪૨ ૪૧૭૮૭ અથવા ચંદુભાઈ ઘેલાણી મો.નં.૯૭૨૩૭ ૭૧૧૭૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.

તસ્વીરમાં ખોડલધામ સાઉથ ઝોનની ટીમના આગેવાનો સર્વશ્રી કેતનભાઈ પટેલ, વલ્લભભાઈ પરસાણા, શૈલેષભાઈ હાપલીયા, હેમાંશુ આસોદરીયા, ધર્મેશ ગઢીયા, નીતિનભાઈ અણદાણી અને ગીરીશભાઈ સતાસીયા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૩૦.૧૧)

(4:01 pm IST)