Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

રાજકોટ ચેમ્બર દ્વારા સબકા વિકાસ સ્કીમ તથા GST ફાઇલીંગ અંગે સેમીનાર યોજાયો

CGST કમીશનર લલીતપ્રસાદ, એડી.કમીશનર ચંદન તથા જોઇન્ટ કમીશનર માલાણીની ઉપસ્થિતી

રાજકોટ તા ૨૫  :  રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્ર સરકારે જાહેર કરેલ સેન્ટ્રલ એકસાઇઝ અને સર્વિસ ટેક્ષના જુના વિવાદીત પ્રશ્નોના નિરાકરણ માટે '' સબકા વિશ્વાસ'' સ્કીમ-૨૦૧૯ અને નવા GST ફાઇલીંગ કઇ રીતે કરવું તે અંગે યોજવામાં આવેલ સેમિનારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વેપાર-ઉદ્યોગ પ્રતિનીધીઓને ઉપયોગી એવી જાણકારી, માર્ગદર્શન આપવામાં આવેલ.

સેમિનારના પ્રારંભમાં રાજકોટ ચેમ્બર પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવએ પ્રાસંગીક ઉદ્બોધન કરતા જણાવેલ કે, સરકારની વેપાર-ઉદ્યોગને ઉપયોગી એવી સ્કીમ જાહેર કરી છે. તેનો બહોળા પ્રમાણમાંલાભ મળે અને બીજાને પણ લાભ અપાવી શકાય તે માટે રાજકોટ ચેમ્બરના પ્રયાસના ભાગરૂપ આ સેમિનારનું આયોજન કરેલ છે અને નિતિવિષયક બાબતો અંગે છણાવટ કરી તે વધુમાં વધુ ઉપયોગી બની રહે તે માટે રાજકોટ ચેમ્બર સતત પ્રયત્નશીલ રહેે તેમ જણાવેલ.

સેમિનારમાં CGST કમિશનરશ્રી લલીતપ્રસાદ તથા એડી કમિશનરશ્રી આર.કે. ચંદન સાહેબ તથા જોઇન્ટ કમિશનરશ્રી વિશાલ માલાણી, ડેપ્યુટી કમિશનરશ્રી કિર્તીબેન ગુપ્તા, આસી.કમિશનરશ્રી સંદિશકુમાર ખાસ ઉપસ્થિત રહી સબકા વિશ્વાસ સ્કીમ-૨૦૧૯ના આ ઉદેશો-યોજના હેઠળ આવરી લેવાના હોય આ યોજનામાંથી કોને બાકાત રખાયેલ છે તેની વિગત, યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ તથા યોજનાની અન્ય સુવિધાઓ અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ. ટેક્ષની જુની રકમ ભરવાની બાકી છે તે માટે ૩૦ જુન-૨૦૧૯ સંપૂર્ણ વ્યાજ માફી, પેનલ્ટી નહી અને ફોજદારી પણ નહી થાય આ માટે વધારેમાં વધારે ૭૦ ટકા અને ઓછામાં ઓછા ૪૦ ટકા સપ્લાય ઓનલાઇન કરવાની રહેશે. આ સબકા વિશ્વાસ સ્કીમ તા. ૧-૯-૨૦૧૯ થી અમલમાં આવશે. લાભ તેમ જણાવી અધિકારીઓએ તેનો વધુને વધુ લાભ લેવા જણાવેલ તથા ઉપસ્થિત પ્રતિનીધીઓ દ્વારા પુછાયેલ પ્રશ્નોના પણ વિગતલક્ષી ઉતરો આપવામાં આવેલ.

સેમિનારના અંતમાં આભારવિધી રાજકોટ ચેમ્બર ઉપપ્રમુખશ્રી પાર્થભાઇ ગણાત્રાએ કરેલ અને સેમિનારનું સંચાલન માનદ્ મંત્રીશ્રી નોૈતમભાઇ બારસીયાએ કર્યુ હતું. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે (૩.૬)ે

(4:00 pm IST)