Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ટાગોર માર્ગ પર ઇનોવાની ઠોકરે એલઆઇસી એજન્ટ હેતલબેન મહેતાનો પગ ભાંગી ગયો

દિકરીને ટ્યુશનમાં મુકી ટુવ્હીલર પર ઘરે જતા'તા ત્યારે બનાવઃ કાર લઇ ચાલક છનનન

રાજકોટ તા. ૨૫: ટાગોર માર્ગ પર ઇનોવાના ચાલકે ટુવ્હીલરને ઉલાળતાં એલઆઇસી એજન્ટ વણિક મહિલા ફંગોળાઇ જતાં પગમાં ફ્રેકચર થઇ ગયું હતું. અકસ્માત બાદ કાર લઇને ચાલક ભાગી જતાં પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

ટાગોર રોડ પર વિરાણી હાઇસ્કૂલ સામે રામકૃષ્ણનગર-૧૫ સિધ્ધાર્થ એપાર્ટમેન્ટમાં રહેતાં અને એલઆઇસી એજન્ટ તરીકે કામ કરવાની સાથોસાથ ટ્યુશન કરાવવાનું પણ કામ કરતાં હેતલબેન હિતેષભાઇ મહેતા (ઉ.૩૯) નામના જૈન વણિક મહિલા ગઇકાલે પોતાનું જ્યુપીટર ટુવ્હીલર જીજે૦૩એલએફ-૧૩૦૫ હંકારી એસ્ટ્રોન ચોક નાલા નીચે થઇ હાઉસીંગ બોર્ડમાં પોતાની દિકરી સૃષ્ટીને ટ્યુશન કલાસમાં મુકવા ગયા હતાં. સાંજે ચોરક વાગ્યે ત્યાંથી પરત ઘરે આવી રહ્યા હતાં ત્યારે ટાગોર રોડ પર લેન્ડમાર્ક બિલ્ડીંગ પાસે પહોંચ્યા ત્યારે સરદારનગર રોડ પરથી ઇનોવા કાર બંબાટ સ્પીડથી આવતાં તેની ઠોકરે જ્યુપીટર વાહન ચડી જતાં હેતલબેન ફંગોળાઇ ગયા હતાં.

કારના ચાલકે થોડે આગળ જઇ કાર ઉભી રાખતાં તેના નંબર જીજે૦૩એલબી-૨૫૪૫ હેતલબેને નોંધી લીધા હતાં. લોકો એકઠા થઇ જતાં તેમને રોડ સાઇડમાં બેસાડ્યા હતાં. એ પછી તેમણે પતિને ફોનથી જાણ કરતાં તેઓ તથા સાસુ બીનાબેન સહિતના પહોંચ્યા હતાં અને રિક્ષા મારફત ખાનગી હોસ્પિટલમાં લઇગયા હતાં. અકસ્માત સર્જી કાનો ચાલક એસ્ટ્રોનના નાલા તરફ જતો રહ્યો હતો. અકસ્માતમાં પગમાં ફ્રેકચર થઇગયાનો રિપોર્ટ આવ્યો હતો. એ-ડિવીઝનના એએસઆઇ આર.આર. સોલંકીએ ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

(1:10 pm IST)