Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

નવાગામમાં ભીખાભાઇ કોળીને માનસિક અસ્વસ્થ શખ્સે ધોકો ફટકારી દીધો

મજૂરી માટે ટ્રક ડ્રાઇવર સાથે વાત કરતા'તા ત્યાં પાછળથી ઓચિંતો ઘા થયોઃ રખડતો રહેતો આ શખ્સ ગમે ત્યારે તોફાન કરતો હોવાની ફરિયાદો

રાજકોટ તા. ૨૫: નવાગામ સાત હનુમાન પાસે રહેતાં અને બહારથી આવતી ટ્રકોમાં તેને રસ્તા દેખાડવાની અને માલ સામાન જે તે સ્થળે પહોંચાડવાની મજૂરી કરતાં ભીખાભાઇ પોપટભાઇ વસાણી (ઉ.૬૯) નામના કોળી વૃધ્ધ સવારે પાંચેક વાગ્યે સાત હનુમાન સામે હાઇવે પર બહારથી ટ્રક આવતાં તેના ચાલક-કલીનર સાથે મજૂરી બાબતે વાતચીત કરી રહ્યા હતાં ત્યારે પાછળથી અચાનક એક શખ્સે માથામાં ધોકાનો ઘા ફટકારી દેતાં લોહીલુહાણ થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

ચોકીના રાજુભાઇ ગીડાએ કુવાડવા પોલીસને જાણ કરી હતી. હુમલો કરનાર શખ્સ માનસિક અસ્વસ્થ હોવાનું અને અવાર-નવાર આ વિસ્તારમાં ગમે તેની સાથે માથાકુટ કરતો હોવાનું નજીકના પેટ્રોલ પંપના કર્મચારીઓમાં ચર્ચાતુ હતું. આ શખ્સ કોઇ માટે જોખમી બને અને ગંભીર રીતે ઘાયલ કરે એ પહેલા તેને શોધીને માનસિક અસ્થિર લોકોની હોસ્પિટલમાં મોકલી આપે તેવી માંગણી ઉઠી છે.

(1:10 pm IST)