Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

''રાજકોટ કા મહારાજા''નું વૈદિક મંત્રોચાર સાથે વિસર્જન

 રાજકોટ : છેલ્લા નવ વર્ષથી યાજ્ઞિક રોડ ખાતે જાગનાથ પોલીસ ચોકી પાસે ભુદેવ સેવા સમિતિ દ્વારા યોજાતા ''રાજકોટ કા મહારાજા'' ગણેશ મહોત્સવનું શુભ મુહુર્તમાં ધાર્મિક પૂજા, પાઠ, મંત્રોચાર, વિધિ વિધાન સાથે ભવ્ય વિસર્જન યાત્રા યોજવામાં આવી હતી. આજી નદી ખાતે વિસર્જન કરી મહોત્સવનું સમાપન થયેલ. અગ્યાર દિવસ દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો થયા હતા. મહોત્સવના અંતિમ દિવસે મહાઆરતીમાં બ્રહ્મ સમાજના મોભી અને ભગવાન પરશુરામની ગુજરાતની પ્રથમ શોભાયાત્રાના પ્રણેતા તેમજ રાષ્ટ્રીય કાયદા પંચના સદસ્ય અભયભાઇ ભારદ્વાજ અને તેમના ધર્મપત્ની અલ્કાબેન ભારદ્વાજ તેમજ બ્રહ્મ યુવાનોના માર્ગદર્શક અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ અને તેમના ધર્મપત્ની વંદનાબેન ભારદ્વાજ તથા ગુજરાત બ્રહ્મ સમાજના ભામાશા રામજીભાઇ સિયાણી-ચેરમેન તિરૂપતિ કુરિયલ પ્રા.લિ.ના હસ્તે મહાઆરતી ઉતારવામાં આવી હતી. ''રાજકોટ કા મહારાજા''ના દર્શનાર્થે ગણેશ ઉપાસક ગુરૂજી વિજયભાઇ જોશી (શાસ્ત્રીજી) માલસર ગજાનન આશ્રમ, તેમજ બ્રહ્મ યુવા સંગઠન-જુનાગઢના સ્થાપક સર્વેશ્રી કાર્તિકભાઇ ઠાકર, એડવોકેટ જયદિપભાઇ જોશી, તેમજ તેઓની ટીમ પધારેલ. ''રાજકોટ કા મહારાજા'' ૧૧ દિવસીય ગણેશ મહોત્સવને સફળ બનાવવા ભૂદેવ સેવા સમિતિના પ્રમુખ તેજસભાઇ ત્રિવેદીના નેજા  તળે યોજાયેલ ગણેશ મહોત્સવના કન્વીનર વિશાલ અહ્યા તથા નિશાંતરાવલ, નીરજ ભટ્ટ, પ્રશાંત ઓઝા, પરાગભાઇ મહેતા, સંદિપભાઇ પંડયા, ભરતભાઇ દવે, મિત ભટ્ટ, દિલીપ જાની, મનન ત્રિવેદી, વિશાલ ઉપાધ્યાય, શિરીષભાઇ વ્યાસ, માનવ વ્યાસ, યજ્ઞેશ ભટ્ટ, જીેજ્ઞેશ પંડયા, ધર્મેશ ભટ્ટ, ધ્રુવ કુંડલ, જીજ્ઞેશ ત્રિવેદી, પ્રદીપ બોરીસાગર, ભાવિન રાવલ, હિરેન શુકલા, મેહુલ ભટ્ટ, બાપા સિતારામ ગ્રુપ (એસઆરપી ગ્રુપ-રાજકોટ) ના સભ્યો તેમજ શાસ્ત્રી જયભાઇ ત્રિવેદી એ જહેમત ઉઠાવી હતી.

(4:27 pm IST)