Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

શ્રીમદ્ બિલ્ડીંગમાં લાગેલી ભયાનક

આગ બુઝાવવા જાનની બાઝી લગાવતા ફાયરમેન પ્રશાંત ત્રિવેદીની ધોરી નસ કપાઇ

રાજકોટ તા. ૨૫ : ગઇકાલે શ્રીમદ્ બિલ્ડીંગમાં ભયાનક આગ લાગતા આગ બુઝાવવા ફાયરમેન પ્રશાંત રાજુભાઇ ત્રિવેદીએ જાનની બાઝી લગાવી દિધી હતી.

ઓફિસમાં લાગેલી ભયાનક આગને બુઝાવવા ફાયર બ્રિગેડના સ્ટાફ ત્રણ ફાયર ફાઇટરો સાથે પહોંચ્યો હતો. અતિ સાંકડી જગ્યામાં લાગેલી આગ બુજાવવી કઠીન હતી. માસ્ક પહેરીને ત્રીજા માળે દોડી ગયેલા ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

જેમાં બારી ખોલતા સમયે ફાયરબ્રિગેડના જવાન પ્રશાંત ત્રિવેદીને હાથમાં ગંભીર ઇજા થતાં ધોરી નસ કપાઇ ગઇ હતી. નસમાં ગંભીર ઇજા થતાં તુરંત મધુરમ હોસ્પિટલમાં દોડી ગયા હતા.

મુધરમ હોસ્પિટલમાં તબીબોએ સર્જરી કરી હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના ઓફિસરો દોડી ગયા હતા. હાલ ફાયરમેન પ્રશાંત ત્રિવેદી સારવાર હેઠળ છે.(૨૧.૨૬)

(4:26 pm IST)