Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ખોટી ફરીયાદ પ્રશ્ને ન્યાય ન મળતા ગાંધીગ્રામના વૃધ્ધનું ઉપવાસ આંદોલન

જગદીશભાઇ તન્ના કાલે રેલી સ્વરૂપે પોલીસ કમિશનરને રજૂઆત કરશે

રાજકોટ તા. રપ :.. ફાયનાન્સ કંપની દ્વારા હેરાનગતી થયાની અને ખોટી ફરીયાદ કરી પરેશાન કરવામાં આવ્યાની તેમજ આ બાબતે અનેક રજૂઆતો છતાં કાર્યવાહી નહી થયાની ફરીયાદ સાથે ગાંધીગ્રામના વૃધ્ધે પોલીસ કમિશનર કચેરી પાસે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે. આ મામલે તેઓ આવતીકાલે રેલી સ્વરૂપે પોલીસ કમીશનરને રજૂઆત કરશે.

ગાંધીગ્રામ શાસ્ત્રીનગર રામાપીર ચોકડી પાસે રહેતા અને કટલેરીની ફેરી કરી ગુજરાન ચલાવતા લોહાણા વૃધ્ધ જગદીશભાઇ જમનાદાસભાઇ તન્ના (ઉ.૬૦) એ ર૦૦પ માં ફાયનાન્સમાંથી રૂ. ૧૪ર૪૦ ની રૂ. ૧૬૦ ના એગ્રીમેન્ટ ચાર્જ સાથેની લોન લીધી હતી. આ લોન પેટે પોતે ર૦૦૯ સુધીમાં રૂ. ર૭ર૬પ ભરપાઇ કરી દીધા હતાં. લોન પુરી કરવા છતાં મેં ફાયનાન્સમાં આપેલા ચેક પરત માંગતા અપાયા નથી. ઉલ્ટાની પોતાના વિરૂધ્ધ ર૦૧૩ માં કોર્ટમાં ખોટી ચેક રીટર્નનની ફરીયાદ કરી હતી. આ ફાયનાન્સ દ્વારા થયુ હોઇ પોતે અવાર-નવાર ન્યાય મેળવવા માટે પોલીસ અધિકરીને રજૂઆત ફરીયાદ કરી હતી. પરંતુ આજ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. આથી ન્યાય મેળવવા માટે જગદીશભાઇ તન્ના આવતીકાલે બપોરે રેલી સ્વરૂપે પોલીસ કમિશનરને રજૂઆત કરશે.

(4:23 pm IST)