Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

વિદેશી દારૂના ગુન્હામાં આગોતરા જામીન મંજુર

રાજકોટ તા.૨૫: વિદેશીના દારૂના કેસમાં સંડોવાયેલ વ્યકિતને આગોતરા જામીન પર મુકત કરવા સેસન્સ કોર્ટે હુકમ ફરમાવેલ હતો.

આ બનાવની વિગત એવી છે કે, તા.૨૮-૮-૨૦૧૮ના રોજ કુવાડવા રોડ, પોલીસ સ્ટેશન, રાજકોટવાળાએ ગૌરીદળ ગામથી હળમતીયા ગામ જવાના રસ્તે આરોપી દીનેશભાઇ ભુરાભાઇ પટેલને તેની વાડીમાંથી મેકડોનલ નં.૧ દારૂની બોટલ ૩૬ સાથે પકડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

આ કામે તેની પુછપરછમાં રણછોડનગર કુવાડવા રોડ પર રહેતા વિપુલ ચંદ્રકાન્તભાઇ બાબીયા પાસેથી લઇ આવેલ હોવાનુ જણાવેલ જેથી આ કામના આરોપી વિપુલ ચંદ્રકાંન્તભાઇ બાબીયાએ રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન ઉપર મુકત કરવા અરજી કરેલ જેમા તેને જણાવેલ કે, હાલની એફ.આઇ.આરમાં આરોપીનુ નામ નથી. તેમજ હાલના રીમાન્ડ અરજીમાં પણ હાલના અરજદારનું નામ નથી. સદર કામે તમામ મુદામાલ રીકવર થઇ ગયેલ છે અને આ કામે પોલીસ ખોટી રીતે અટક કરી અને ખોટી કબુલાતો કરાવે તેમ છે. તેમજ હાલના અમો આરોપી કુટુંબ કબીલાવાળા વ્યકિત છે અને કયાંય નાસી ભાગી જાય તેમ નથી. જેથી પોતાને આગોતરા જામીન પર મુકત કરવા અરજ ગુજારેલ હતી.

ઉપરોકત દલીલને ધ્યાને લઇ કુવાડવા રોડ પો.સ્ટે.ના ગુનાના કામે આરોપીને ૨૦,૦૦૦ના શરતી આગોતરા જમીન પર મુકત કરવા હુકમ ફરમાવેલ હતો. ઉપરોકત કામમાં અરજદાર (આરોપી) તરફે અમિત જનાણીએ કે.બી.વાલવા, સંદીપ જેઠવા એડવોકેટ રોકાયા હતા.

(4:22 pm IST)