Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ગાંધીગ્રામમાં જ્યોતિબેન બામટા અને પુત્ર મયંક પર હુમલોઃ ઘરમાં તોડફોડ

કારખાનાની ભાગીદારીના મનદુઃખ મામલે ડખ્ખો : જીવંતિકાનગરના રણજીલ અને તેના માતા મયુરીબેન પુરોહિત સામે ગુનો

રાજકોટ તા. ૨૫: ગાંધીગ્રામ શેરી નં. ૨ એસ. કે. ચોકમાં રહેતાં જ્યોતિબેન જીતેન્દ્રભાઇ બામટા (ઉ.૪૬) નામના મહિલાના ઘરે તેના પતિના કારખાનાના ભાગીદાર યુવાને પોતાની માતા સાથે આવી ઝઘડો કરી ગાળગાળી કરી જ્યોતિબેન તથા તેના પુત્ર મયંકને મારકુટ કરી મારી નાંખવાની ધમકી આપતાં તેમજ ઘરમાં તોડફોડ કરતાં ફરિયાદ થઇ છે.

ગાંધીગ્રામના હેડકોન્સ. જીતેન્દ્રભાઇ બાળાએ  જ્યોતિબેનની ફરિયાદ પરથી રણજીલ વિનુભાઇ પુરોહિત અને તેના માતા મયુરીબેન વિનુભાઇ પુરોહિત સામે ગુનો નોંધ્યો છે. મયુરીબેનના કહેવા મુજબ તેના પતિએ રણજીલ સાથે ભાગીદારીમાં પ્લાસ્ટીકની આઇટમ બનાવવાનું કારખાનુ શરૂ કર્યુ હતું. હાલમાં આ ધંધો તેના પતિએ સંભાળી લીધો છે. આ બાબતે મનદુઃખ રાખી તેના માતા સાથે ઘરેઆવી મારામારી ગાળાગાળી કરી ઘરની ચીજસ્તુઓમાં તોડફોડ કરી હતી. તેમજ મારી નાંખવાની ધમકી આપી હતી. હુમલામાંપોતાને તથા પુત્ર મયંકને ઇજા થઇ હતી. (૧૪.૮)

(4:19 pm IST)