Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

જીપીએસસી- પી.આઈ.માં ૧૦ વિદ્યાર્થીઓનું સિલેકશનઃ સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશનની સફળતા

સમગ્ર સંકુલ એ.સી., લાઈબ્રેરીની સુવિધા, હાલમાં કલાસ-૩ના વર્ગો ચાલુઃ ૩૦મીએ સન્માન- ફ્રી માર્ગદર્શન સેમીનાર

રાજકોટ,તા.૨૫: અહિંના મવડી રોડ ઉપર માયાણીનગર પોલીસ સ્ટેશનવાળી શેરી, ન્યુમાયાણી પાણીના ટાંકા સામે આવેલ શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના જીપીએસસી પોલીસ ઈન્સપેકટર (બિન હથીયારધારી)માં ૧૦ વિદ્યાર્થીઓનું ફાઈનલ સિલેકશન થઈ ગયેલ છે. આમ આ વર્ષે પણ સંસ્થાની સફળતાનું એક વધુુ શ્રેષ્ઠ પરિણામ આ સંસ્થા લાવ્યું છે.

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જી.પી.એસ.સી પોલીસ ઈન્સ્પેકટરનું ઈન્ટરવ્યુ લેવાયેલ હતું. તેમાં રાજકોટ ખાતે એન.જી.ઓ શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના નેજા હેઠળ તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ પૈકી સરકારશ્રીની નોકરીઓ માટે ૧૦ કરતા પણ વધુ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થઈ સંસ્થાનું નામ રોશન કરેલ છે.

હાલમાં ગુજરાત સરકાર દ્વારા જી.પી.એસ.સી કલાસ ૧-૨નું માર્ચ ૨૦૧૮માં પરિણામ જાહેર થયેલ હતું. તેમાં આ ફાઉન્ડેશનના ૧૧ કરતા પણ વધુ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થઈ સંસ્થાનું નામ રોશન કરેલ છે. (જેમાં કલાસ-૧ તરીકે નાયબ કલેકટર-૧, નાયબ પોલીસ અધિકારી-૧, અધિક્ષક નશાબંધી અને આબકારી-૧ અને કલાસ-૨ તરીકે સેકશન ઓફિસર (સચિવાલય)-૩, મામલતદાર-૪, લેબર ઓફિસર-૧)

આ સંસ્થા દ્વારા હાલ યુ.પી.એસ.સી, જી.પી.એસ.સી તેમજ કલાસ-૩ની પરીક્ષાઓ માટે પણ વર્ગો ચાલે છે. આ સંસ્થામાંથી અત્યાર સુધીમાં યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરીને સંસ્થાના એક વિદ્યાર્થી ડો.પ્રકાશ સૈલત આઈ.એફ.એસ. અધિકારી તરીકે ટ્રેનિંગમાં જોડાયેલ છે, ઉપરાંત યુ.પી.એસ.સી.દ્વારા હાલમાં જાહેર કરાયેલ યુ.પી.એસ.સી. પ્રિલિમ્સ ૨૦૧૮ના પરિણામમાં સંસ્થાના ૮ ઉમેદવારોએ સફળતા મેળવી છે.

સંસ્થામાંથી અત્યાર સુધીમાં જીપીએસસી કલાસ ૧-૨માં ૩૫ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. તેમજ અન્ય જીપીએસસી કલાસ ૨- ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ઓફિસર-૧, જીપીએસસી કલાસ ૨ આસિસ્ટન્ટ પ્રોફેસર, માઈક્રોબાયોલોજી (ઓલ ગુજરાત રેન્ક-૧), જીપીએસસી ૨- સોશિયલ વેલફેર ઓફિસર (ઓલ ગુજરાત રેન્ક-૧), જીપીએસસી કલાસ ૨- આસિસ્ટન્ટ પ્રોફેસર, બોટની-૧, જીપીએસસી કલાસ ૨- સીટીઓ/ એઓ કલાસ-૨માં ૪, બિનસચિવાલય કલાસ-૩માં ૨૦ વિદ્યાર્થી, તલાટી મંત્રી-૧૫, જુનિયર કલાર્ક-૧૬, સિનિયર કલાર્ક-૪, ફોરેસ્ટ-૨, ચીફ ઓફિસર-૨, ડેપ્યુટી અકાઉન્ટ ઓફિસર-૧, જીપીએસસી ઈરીગેશન ડીપાર્ટમેન્ટ-૧, ડેપ્યુટી સેકશન ઓફિસર-૨૦થી વધુ વિદ્યાર્થીઓ નોકરીમાં જોડાયેલ છે.

શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના સરદાર પટેલ ભવન ખાતે નિષ્ણાંત ફેકલ્ટીના માર્ગદર્શન નીચે અતિ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર ધરાવતા બિલ્ડીંગમાં લાઈબ્રેરી, વાંચનાલય, ડીઝીટલ લાઈબ્રેરી વાતાનુકુલીન વાતાવરણમાં વિદ્યાર્થીઓ નજીવી ફી ભરી તાલીમ મેળવી રહ્યા છે.

તાજેતરમાં જીપીએસસી કલાસ-ટુ પી.આઈના જાહેર થયેલ પરિણામમાં સંસ્થામાં પાસ થયેલ વિદ્યાર્થીઓનો સંસ્થા દ્વારા સન્માન સમારોહ તેમજ ડી.એસ.ઓ ડે.મામલતદાર અને અન્ય કલાસ-૩ પરીક્ષાનો ફ્રી માર્ગદર્શન સેમીનાર તા.૩૦ને સવારે ૯ વાગે રાખેલ છે.

તસ્વીરમાં જે વિદ્યાર્થીઓએ ઝહળહતી સફળતા હાંસલ કરેલ છે તેઓ ડો.નિલેશ ઘેટિયા- મો.૯૭૩૭૮ ૨૮૨૪૨, ડો.દિનતા કથીરીયા- મો.૯૯૦૯૯ ૯૨૭૨૮, રીમા ધડુક, દિના હુમલ તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ સર્વેશ્રી વલ્લભભાઈ સતાણી, બાબુભાઈ અસલાગલીયા, ઝવેરભાઈ બુઘેલિયા, મગનભાઈ અંટાળા તથા હેડ ઓફ ડીપાર્ટમેન્ટ ધવલ સંખાવરા- મો.૯૭૧૪૨ ૧૨૧૮૯, અને ફેકલ્ટી દર્શિત ગોસાઈ નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:14 pm IST)