Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

જ્ઞાતિ શ્રેષ્ઠીઓના સંનિષ્ઠ પ્રયાસોથી રચાનાર લોહાણા મહાજનની નવી બોડી આવકાર્યઃ યોગેશ પુજારા

. રાજકોટ મહાજન સમિતિની ચૂંટણી લડવા ઇચ્છુક અગ્રણીઓ સમરસ પેનલ રચીને જ્ઞાતિ ગરીમાને જીવંત રાખશેઃ સતીષભાઇ કુંડલીયા . પરંપરા મુજબ સર્વસંમતિ તથા સર્વાનુમતે રચાયેલ સમરસ પેનલ જ જ્ઞાતિને ગોૈરવ પ્રદાન કરશેઃ નરેન્દ્રભાઇ નથવાણી

રાજકોટ તા.૨૫: રાજકોટ લોહાણા મહાજનની ચૂંટણીના અગાઉના વિવાદોને કોરણે મુકી, રાજકોટ લોહાણા મહાજનની ગરિમા યથાવત જળવાઇ રહે સાથોસાથ શાંત, સુલેહ અને એખાલસ ભર્યા વાતાવરણમાં લોહાણા મહાજન સમિતિની ચૂંટણી ર્નિવિધ્ન થાય તે માટે લોહાણા જ્ઞાતિના મુરબ્બીશ્રી કિરીટભાઇ ગણાત્રાએ અથાક પ્રયત્નો કરેલ તેમને રાજકોટ લોહાણા મહાજન સમાજના ટોચનાં શ્રેષ્ઠી શ્રી કાશ્મીરાબેન નથવાણી, શ્રી રમેશભાઇ ધામેચા, રઘુવીર સેનાના શ્રી યોગેશભાઇપુજારા, શ્રી જનકભાઇ કોટક વિગેરે જ્ઞાતિશ્રેષ્ઠીઓ તેમજ અગાઉ જાહેર થયેલ ચૂંટણીના ઉમેદવારો પેૈકી મોટાભાગના ઉમેદવારો સહિત સેંકડો લોહાણા શ્રેષ્ઠીઓએ સાથ સહકાર આપતા સુખરૂપ સમાધાન થયેલ તે અન્વયે રાજકોટના મહેરબાન સંયુકત ચેરીટી કમિશનર સાહેબના તા. ૧૪-૦૮-૨૦૧૮ ના હુકમમાં નોંધાયેલ સમાધાન પુરસીસ ની શરતોના પેરા નં. ૪ વંચાણે લઇ તેની અમલવારી કરવા અર્થે શ્રી  હિરાભાઇ માણેક, શ્રી વિણાબેન પાંધી, શ્રી નવિનભાઇ ઠક્કર, શ્રી એ.ડી. રૂપારેલ, શ્રી રામભાઇ બરછા અને શ્રી અનિલભાઇ વણજારા સહિત છ સભ્યોની નિમણૂંક કરેલ છે, આ નિમણૂંક થયેલ છ સભ્યોમાં મતમતાંતર કે અસંમતિ હોય તો લવાદ તરીકે જ્ઞાતિ મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાની નિમણૂંક કરવામાં આવેલ છે.

ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે ચૂંટણી લડવા ઇચ્છુક નામાંકિત ઉમેદવારો અરસપરસ સર્વાનુમતે સમરસ પેનલ બનાવવા માટે જ્ઞાતિ મોભીશ્રી કિરીટભાઇની ભાવનાને ધ્યાને લઇ શ્રી હિરાભાઇ માણેક, શ્રી વિણાબેન પાંધી, શ્રી નવિનભાઇ ઠક્કર, શ્રી એ.ડી. રૂપારેલ, શ્રી રામભાઇ બરછા અને શ્રી અનિલભાઇ વણજારા વિગેરે જ્ઞાતિ શ્રેષ્ઠીઓએ લોહાણા મહાજન સમિતિની ચૂંટણીની બદલે સર્વસંમતિ સધાય તે માટે પ્રયત્નો આદરવાનું નક્કિ કરેલ.

નામાંકિત ઉમેદવારો સર્વસંમતિથી ચૂંટણી થાય તે માટે સમરસ પેનલમાં સમાવિષ્ટ કરવા માટે અરજ કરી શકશે. મહાજન સમિતિની ચૂંટણી લડવા માટેના નામાંકિત ઉમેદવારોએ તા. ૩૦-૧૦-૧૮ સુધીમાં સર્વાનુમતે ચૂંટણી થાય તે માટે સહમતીપત્ર લોહાણા શ્રેષ્ઠીઓને આપી શકશે.

સમરસ પેનલમાં કોના નામ સમાવિષ્ટ કરવા ના કરવા તેનો નિર્ણય લોહાણા જ્ઞાતિ મોભીઓ કરશે. સર્વાનુમતે સમરસ પેનલમાં નાપસંદગી કરવાનો અધિકાર લોહાણા શ્રેષ્ઠીઓને બહુમતિથી કરવાનો રહેશે જો સરખા મત થશે તો મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાને આખરી નિર્ણય કરવા માટે વિનંતી કરાશે.

સર્વાનુમતે સમરસ પેનલમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોના આવેલ નામો પૈકી લોહાણા જ્ઞાતિના મોભીઓ અરસપરસ વિચાર વિમર્સ કરી જ્ઞાતિની ગરીમાં અને હિતમાં સર્વાનુમતે બિનહરીફ મહાજન સમિતિની ચૂંટણી થાય તેવા પ્રયત્નો કરશે. સર્વાનુમતે બિનહરીફ ચૂંટણી થવામાં એકમતી ના થાય તો ચૂંટણીની આગળની પ્રક્રિયા હાથ ધરી ચૂંટણી કરવામાં આવશે.

પસંદગી સમિતિની જાહેરાતને પ્રશંસા કરતા જાણીતા દાતા જયંતીભાઇ કુંડલિયા પરિવારના શ્રી સતિષભાઇ કુંડલિયાએ જણાવ્યું હતું કે લોહાણા જ્ઞાતિ અન્ય જ્ઞાતિ માટે સદાય દ્રષ્ટાંત અને પ્રેરણારૂપ સરાહનીય કામગીરી કરતી આવી છે તે પરંપરા આ જાહેરાતથી જળવાઇ રહી છે તે આનંદની વાત છે. આશા છે કે મહાજન સમિતિની ચૂંટણી લડવા નામાંકિત ઇચ્છુક ઉમેદવારો એકામતે/ એકાજુથે સહમતિ દાખવી જ્ઞાતિ ગરીમાને જીવંત રાખશે.

જાણીતા દાતા પરિવારના નરેન્દ્રભાઇ નથવાણીએ જ્ઞાતિ મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાના અથાક પ્રયત્નોને બિરદાવતા જણાવ્યું હતું કે મહાજનના કોઇપણ પદ માટે ચૂંટણીને બદલે પસંદગી થાય તે જ્ઞાતિ માટે ગોૈરવરૂપ બાબત છે. ચૂંટાયેલ ઉમેદવાર કરતા પસંદ થયેલ ઉમેદવાર જ્ઞાતિ સેવાને ગતિ આપવામાં સહાયરૂપ થશે જ.

લોહાણા એકતા માટે જ્ઞાતિ શ્રેષ્ઠીઓએ સર્વાનુમતે ચૂંટણી થાય તે માટે કરેલ નિર્ણય અંગે રાજીપો વ્યકત કરી જ્ઞાતિ મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાએ જણાવ્યું હતું કે વ્યકિત હિત કરતાં જ્ઞાતિહિત સર્વોપરી છે. જ્ઞાતિ શ્રેષ્ઠીઓએ મહાજન સમિતિની સહમતીથી પસંદગીમાં દાતા, પ્રોફેશનલ, ઉદ્યોગપતિ, વેપારી, સેવાકીય સંસ્થાના સંચાલકો સહિત તમામ ક્ષેત્રમાંથી મહાજન સમિતિના સદસ્યોને પસંદ કરવા માટે અનુરોધ કરેલ તેમજ ફોજદારી ગુન્હા હેઠળ કસુરવાન ઠરેલ હોય કે દેવાળીઓ જાહેર થયલ હોય કે રાજકીય હોદ્દો ભોગવતા હોય તેવા કોઇપણ ઉમેદવારને પસંદ ન થાય તે માટે ખેવના રાખવી જ્ઞાતિ હિતમાં છે. ટુંકમાં જે બંધારણોના મુળ સિદ્ધાંત વિરૂદ્ધ કોઇપણ સભ્યોની પસંદગી ના થાય અને પસંદગી વખતે લોહાણા જ્ઞાતિની ગરિમાનુ જતન થાય તે લોહાણા શ્રેષ્ઠીઓએ ધ્યાને લેવા ઉપયોગી સૂચન કરેલ હતું.

(4:14 pm IST)