Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

કાલે ઓશો નવ સન્યાસ દિન

૨૬ સપ્ટે. ૧૯૭૦ના દિને ઓશોએ ૨૧ વ્યકિતને સન્યાસ આપ્યો હતો

હિમાચલ પ્રદેશના મનાલીમાં એક પંદર દિવસી સાધના શિબિરનું આયોજન રજનીશજી (ઓશો)ના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. તા. રર સપ્ટેમ્બર ૧૯૭૦થી તા. પ ઓકટોબર ૧૯૭૦ સુધી યોજાયેલ આ શિબિરનો વિષય હતો શ્રી કૃષ્ણલીલા અને ગીતા. શ્રી કૃષ્ણનું વિરલ વ્યકિતત્વ, કૃષ્ણલીલાનું અદ્દભુત રહસ્ય અને ગીતાની ગહનતા અને ગંભીરતાનું રસપાન, ઓશો જેવી મોૈલિક વિભુતિના મુખેથી કરવું એ જીવનનો મહમુલો અવસર હતો.

આ શિબિર દરમ્યાન ઓશોએ ક્રાંતિના એક નવા કદમની ઘોષણા કરી અને તે 'અભિનવ સન્યાસ' ભારતીય સંસ્કૃતિનું અમરવેલ નું પુષ્પ તે સન્યાસ છે. અને આ મહામુલુ ફુલ બચાવી લેવું જોઇએ એવી ભાવના પ્રગટ કરી પરિણામ સ્વરૂપ તેમની આ અભિલાષાને ત્યાં હાજર રહેલા ૨૧ જેટલા ભાઇ-બહેનોએ જીલી નવ સન્યાસ ધારણ કર્યો.

સંન્યાસ સંસારથી ભાગવાનો કે સંસારમાં ડુબવાનો વિષય નથી પણ સંસાર પાર કરવાની નાવ છે જેમ નાવથી નદી પાર કરી શકાય છે. તેમ સન્યાસ રૂપી ભાવનાથી સંસાર સાગર પાર કરી શકાય છે. આ સનાતન વાતને વિજ્ઞાનના જમાનામાં સહજ સ્વરૂપ બનાવી ઓશોએ એક ક્રાંતિકારી પગલું ભર્યુ છે. જેમ છોડનું સમન્વીત સ્વરૂપ ફુલમાં દેખાય છે. તેમ જીવનનો પરિપાક સન્યાસમાં વર્તાય છે. સન્યાસ એ કોઇ ક્રિયા કે કાંડ નથી પણ ભાવના છે. પરમાત્માની દિશામાં જવાનો સંકલ્પ છે. પરમાત્માના પંથે વિચરનારા વ્યકિતથી ભાગવાનું કે ભડકવાનું શું હોય? સન્યાસ અઘરો કે અશકય કે બની રહયો છે? આ ક્ષેત્ર અપ્રિય કે અનાદરનો વિષય બનતો જાય છે? આ સંસ્થા દંભી અને પાખંડ પોષવાનું ઘર કેમ થઇ રહી છે? આ એક મહાન સંસ્થાને ઉગારી લેવાની ઓશોની અભિલાષા ભારતીય સંસ્કૃતિ માટે કેટલી આશિર્વાદ રૂપ નિવડશે તે તો ભારતની ભાવી પ્રજા નક્કી કરશે.

ઉપર મુજબ તા. ૨૬ સપ્ટેમ્બર ૧૯૭૦ના રોજ ઓશોએ નવ સન્યાસ દેવાનું ચાલુ કરેલ જેથી ઓશ જગતમાં ઓશો સન્યાસી તથા  પ્રેમીઓ સમગ્ર વર્લ્ડમાં ઓશો નવ સન્યાસ દિવસ તરીકે શિબિર દ્વારા, ઉત્સવ દ્વારા, ધ્યાનોત્સવ દ્વારા ધામધુમપુર્વક ઉત્સવ ઉજવે છે.

સ્વામિ સત્ય પ્રકાશ

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર,

મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬

 કાલે એક દિવસીય શિબિરઃ ડો. દેવાણી સંચાલન કરશે : સત્ય પ્રકાશ ધ્યાન મંદિર

રાજકોટ તા.૨૫: ઓશો નવ સન્યાસ દિવસ નિમિતે સ્વામિ સત્ય પ્રકાશે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે તા. ૨૬-૯-૧૮ને બુધવારના રોજ એક દિવસીય શિબિરનું આયોજન કરેલ છે. જેનો સમય સવારે ૬ થી રાત્રીના ૮:૩૦ દરમ્યાનનો રહેશે. શિબિરનું સંચાલન ડો. દેવાણી (સ્વામિ ધ્યાન અશોક) કરવાના છે. તેઓ શ્રી કહે છે કે આ શિબિરમાં ગૃપ આધારિત ધ્યાન કરાવવામાં આવશે, સાધક મિત્રોને સાધનામાં પ્રવેશ કરવા માટે ઓશો દ્વારા આપેલ વિવિધ ગૃપ થેરેપી જેવી કે નો-માઇન્ડ, મીસ્ટેક રોજ તેમજ બોર્ન અગેઇન આધારિત ધ્યાન કરાવવામાં આવશે.

(4:08 pm IST)
  • અંબાજી દેવસ્થાન ટટ્રસ્ટને એક કિલો સોનાનું દાન મળ્યું નેઃબ્રોસ ફાર્મા લિ. નાં ફાઉન્ડર દ્રારા અપાયું સોનાનું દાન: અમદાવાદનાં વતની છે જેઓ અવાર નવાર આપે છે સુવર્ણ દાન: નવનીતભાઈ પટેલનાં હસ્તે અપાયું દાન access_time 11:20 pm IST

  • ૨૯મીએ ચોમાસુ પ્રશ્ચિમ રાજસ્થાનમાંથી વિદાય લેશેઃ અરબીસમુદ્રમાં વધુ એક સિસ્ટમ્સ બનશેઃ ૨૯મીએ ચોમાસુ પ્રશ્ચિમ રાજસ્થાનમાંથી વિદાઇ લઇ રહયું છે. ત્યારે તા.૯,૧૦ ઓકટોબરના અરબીસમુદ્રમાં એક મજબુત સિસ્ટમ્સ બની રહી છે પરંતુ આ હજુ વ્હેલુ કહેવાય આવતા દિવસોમાં ખબર પડે કે સિસ્ટમ્સ બનશે કે નહિ. વિવિધ ફોરકાસ્ટ મોડલો ઉપર વોચ રાખવી જરૂરી છે તેમ હવામાનની એક ખાનગી સંસ્થા વેધરએકસપર્ટ ગ્રુપે જણાવ્યું છે access_time 12:11 pm IST

  • અમદાવાદ:સી ટી એમ પુવઁદીપ સોસાયટી પાસે અકસ્માત:બી આર ટી એસ બસ સ્ટોપ પાસે એસ ટીની બસએ આધેડ સાઈકલ સવારને કચડ્યો :ઘટના પર જ સ્થાનિક આધેડનું મોત:નોકરી થી પરત ઘર એ આવી રહ્યો હતા આધેડ ત્યારે સર્જાયો અકસ્માત:પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 1:06 am IST