Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા રવિવારે ૫૫૫ વિદ્યાર્થીઓનું સરસ્વતી સન્માન સમારંભ

સતત ૧૮મા વર્ષે આયોજનઃ જ્ઞાતિ રત્નોને પણ સન્માનાશેઃ દાતાઓને બીરદાવાશે

રાજકોટ,તા.૨૫: અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના નેજા હેઠળની રાજકોટ શહેર/ જીલ્લા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા રાજકોટમાં અઢારમાં વર્ષે તેજસ્વી છાત્ર પ્રતિભા સરસ્વતી સન્માન ૨૦૧૮નું આયોજન કરેલ છે. રવિવાર તા.૩૦ના રોજ સવારે ૮ થી બપોરના ૧ વાગ્યા સુધી અરવિંદ મણિયાર હોલ ખાતે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના પ્રમુખ દલસુખભાઈ પ્રજાપતિ, ટ્રસ્ટી દામજીભાઈ સીતાપરા, વસંતભાઈ ચૌહાણ, રાજકોટ શહેરના પ્રજાપતિ સમાજના નવ ગોળના પ્રમુખ / મંત્રીઓની હાજરીમાં યોજાશે.

રાજકોટ શહેર/ જીલ્લાના ૫૫૫ ઉપરાંત તેજસ્વી છાત્રોના સરસ્વતી સન્માન સમારંભની વિગતો આપતા વસંતભાઈ ચૌહાણે જણાવેલ કે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ છેલ્લા ૩૦ વર્ષ ઉપરાંતથી ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે ક્રાંતિ લાવી છે. પ્રજાપતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ અર્થે સ્કોલરશીપ સહિતની અનેક યોજનાઓ છે જેનો સેંકડો વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યાં છે.

રાજકોટ શહેર જીલ્લામાં ધો.૧૦, ૧૨ તથા ડિપ્લોમાં, ડીગ્રી ઉપરાંત પીએચ.ડી. તથા ગોલ્ડમેડાલીસ્ટ વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ છાત્રોને પ્રજાપતિ સંઘ, રાજકોટ શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષે તેજસ્વી છાત્રોનું સરસ્વતી સન્માન કરીને ભેટ, સ્મૃતિચિન્હ, પુરસ્કારો આપવામાં આવે છે. તેના ભાગરૂપે ૧૮માં વર્ષે અરવિંદ મણિયાર હોલ ખાતે પ્રજાપતિ છાત્ર પ્રતિભા સરસ્વતી સન્માન સમારંભ યોજાય છે. આ આળયોજનને સફળ બનાવવા રાજકોટ શહેર પ્રજાપતિ સમાજના તમામ ગોળના પ્રમુખ, આગેવાન સહિત સહયોગ મળ્યો છે. રાજકોટના આ કાર્યક્રમમાં રાજયના દરેક જીલ્લાના પ્રભારીઓ, સંઘના ટ્રસ્ટીઓ, પ્રજાપતિ સમાજના રાજકોટ, જુનાગઢ કોર્પોરેટરો, વકીલો, ડોકટરો હાજરી આપશે. આ કાર્યક્રમમાં ચાંપરડા આશ્રમના સંત સહાનંદ મહારાજશ્રી ખાસ હાજરી આપીને પ્રજાપતિ સમાજના તેજસ્વી, આશાસ્પદ, વિદ્યાર્થીઓને આર્શીવાદ આપીને પ્રજાપતિ સમાજના અવિરત ઉત્થાનમાં સાથે રહેવા અનુરોધ કરશે.

રાજકોટ શહેર/ જીલ્લા પ્રજાપતિ સમાજનું ગૌરવ એવા આ સમારંભનું સક્ષમ બનાવવા અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના ટ્રસ્ટી અને રાજકોટ શહેરના આજીવન પ્રજાપતિ અગ્રણી વસંતભાઈ ચૌહાણના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સ્થાનિક પ્રજાપતિ આગેવાનો અનિલભાઈ કાનપરા, મનસુખભાઈ મડિયા, હસમુખભાઈ લાઠિયા, કિશોરભાઈ કુડલા, નિલેશભાઈ પાટડીયા, નાથાભાઈ આંબલીયા, મનસુખભાઈ વિસપરા, પરસોતમભાઈ સીતાપરા, બાબુભાઈ ટાંક, પ્રદિપભાઈ ભલસોડ, પરેશભાઈ માલવી, સુરેશભાઈ મારડીયા, વગેરે સહયોગ આપી રહ્યાં છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(4:06 pm IST)