Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

જો સાહેબ આવી રીતે લાશનું પોટલુ બાઇકમાં રાખીને ફેંકવા ગયો'તો...હત્યારાએ રિકન્ટ્રકશન કરી બતાવ્યું

.કોઠારીયા રોડ પર ફોૈજી હોટેલ સામે તંબુમાં રહેતાં અને ત્યાં જ બૂટ ચપ્પલનો ધંધો કરતાં મુળ યુ.પી.ના બીટ્ટુ ચમનસિંગ જીવર નામના શખ્સે ૮ વર્ષના બાળક વિશ્વાસ સાથે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યનો પ્રયાસ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ શખ્સ હાલ રિમાન્ડ પર હોઇ પોલીસે તેને સાથે રાખી ઘટના સ્થળે રિકન્ટ્રકશન કરાવ્યું હતું. હત્યારાએ લાશનું પોટલુ કઇ રીતે બહાર કાઢ્યું અને કઇ રીતે બાઇક પર રાખીને બાઇક હંકારી મુકયું હતું તે દ્રશ્યો તસ્વીરમાં જોઇ શકાય છે. આ શખ્સે પોતાના કૃત્ય બદલ જાહેરમાં લોકોની માફી માંગી હતી. એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ. વી. કે.ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા અને ભકિતનગરની ટીમ કાર્યવાહી વખતે સાથે રહી હતી

(4:04 pm IST)