Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

રેસકોર્ષનાં બસ સ્ટોપનો ઉધ્ધાર કરતા નરેન્દ્રભાઇઃ વડાપ્રધાન આવે છે એટલે રીપેરીંગ થયું!

રાજકોટઃ આગામી રવિવારે દેશના વડાપ્રધાન રાજકોટ આવી રહયા છે ત્યારે તેઓના સ્વાગત માટે તમામ સરકારી તંત્ર કામે લાગી ગયા છે અને રોડ-ફુટપાથ સહીતનું રીેપેરીંગ-રંગરોગાન થઇ રહયું છે. ત્યારે રેસકોર્ષ  રીંગ રોડ પર આવેલ સીટી બસ સ્ટોપનો પણ ઉધ્ધાર થઇ ગયો કેમ કે આ બસ સ્ટોપમાં બેસાવનો ઝુલો જે મહીનાઓથી તુટેલો હતો જેનું તાબડતોબ રીપેરીંગ થયું હતું જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૮)

(3:50 pm IST)