Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

નરેન્દ્રભાઇ દર છ મહિને આવતા રહો... રાજકોટ આભાર માનશે...

રાજકોટ : વડાપ્રધાન આગામી તા. ૩૦મીએ રાજકોટ આવી રહ્યા છે, જેના કારણે કોર્પોરેશનનું તંત્ર સફાઇ-ડામર-રીપેરીંગ પેઇન્ટીંગના કામે લાગી ગયું છે. જયાં વર્ષોથી રાષ્ટ્રપિતા ઉભા ઉભા શાંતિ-ભાઇચારાનો-સ્વચ્છતા-સફાઇ-મહેનતનો સંદેશ આપે છે, પરંતુ રાજકોટ મ્યુ. કોર્પોરેશનના બહેરા કાનને કે તેના અધિકારીઓ-પદાધિકારીઓની આંખે સંભળાતુ નથી અને દેખાતુ નથી, પરંતુ હાશ.. આભાર, નરેન્દ્રભાઇ-આપનો.. આજથી કોર્પોરેશનના તંત્રને સમજાવવા માંડયું છે. સંભળાયું છે, દેખાયું પણ છે, પરિણામે ધડાધડ ડામર કામ-રસ્તા રીપેરીંગ શરૂ કર્યા છે.  રાજકોટની પ્રજા ઝંખે છે.. નરેન્દ્રભાઇ દર છ મહીને લટાર મારો.. શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરો... રાજકોટની પ્રજા મળનાર પ્રાથમિક સુવિધા સંદર્ભે આભાર માનશે.. વધુ કાંઇ કહેવું કે લખવું નથી... પણ હા એટલું જરૂર કહીશ કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દર અઠવાડિયે રાજકોટમાં હોય છે, મેયર રહી ચૂકયા છે, પણ તેઓ રાજકોટના છે હો !! (તસ્વીરઃ અશોક બગથરીયા)(૮.૧પ)

(3:48 pm IST)