Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

કાલે બારસિયા ચેમ્બરનું પ્રમુખપદ છોડશેઃ વી.પી. વૈષ્ણવ બનશે નવા પ્રમુખ

રાજકોટ, તા. રપ : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની આવતીકાલે યોજાનારી કારોબારીની બેઠકમાં વર્તમાન પ્રમુખ શિવલાલ બારસિયા નક્કી થયેલી સમજૂતિ-ફોર્મ્યુલા મુજબ દોઢ વર્ષનો સમય પૂરો થયા પોતાનું પદ છોડશે અને સમજૂતિ મુજબ વી.પી. વૈષ્ણવ દોઢ વર્ષ માટે ચેમ્બરના નવા પ્રમુખ બનશે.

જાણવા મળતી વિગત મુજબ આવતીકાલની કારોબારીની બેઠક કોઇ વાદ-વિવાદ વગર પૂરી થાય તે માટે થયેલા પ્રયાસો આ લખાય છે ત્યારે સફળ થયા છે અને હોદ્દાની આપ-લે એક સારા વાતાવરણમાં પૂરી થશે.

ચેમ્બર ઓફ કોમર્સ રાજકારણ-વાદ-વિવાદ-અહમની ટક્કર વગર માત્ર ને માત્ર વેપારીના હીતમાં કામ કરે તેવું વેપારીઓ ઇચ્છે છે. (૮.૧૮)

(3:44 pm IST)
  • ૨૯મીએ ચોમાસુ પ્રશ્ચિમ રાજસ્થાનમાંથી વિદાય લેશેઃ અરબીસમુદ્રમાં વધુ એક સિસ્ટમ્સ બનશેઃ ૨૯મીએ ચોમાસુ પ્રશ્ચિમ રાજસ્થાનમાંથી વિદાઇ લઇ રહયું છે. ત્યારે તા.૯,૧૦ ઓકટોબરના અરબીસમુદ્રમાં એક મજબુત સિસ્ટમ્સ બની રહી છે પરંતુ આ હજુ વ્હેલુ કહેવાય આવતા દિવસોમાં ખબર પડે કે સિસ્ટમ્સ બનશે કે નહિ. વિવિધ ફોરકાસ્ટ મોડલો ઉપર વોચ રાખવી જરૂરી છે તેમ હવામાનની એક ખાનગી સંસ્થા વેધરએકસપર્ટ ગ્રુપે જણાવ્યું છે access_time 12:11 pm IST

  • યાત્રાધામ અંબાજીma પૂનમનાં મેળાનું થયુ સમાપન:26 લાખ જેટલા યાત્રિકોએ માતાજીનાં દર્શનનો લાભ લીધો:26 લાખ જેટલા પ્રસાદનાં પેકેટનું થયુ વિતરણ:સાડા ત્રણ લાખ લોકોએ ની શુલ્ક ભોજનનો લીધો લાભ:8 હજાર જેટલી ધજાઓ માતાજીને ચડાવવામાં આવી access_time 11:21 pm IST

  • છોટા ઉદેપુર: પાવિ જેતપુર પોલીસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી તમામ બંધ હાલતમા :પોલીસ ને પૂછતા જણાવ્યું કે લગાવ્યા ત્યાર થી ચાલતા જ નથી access_time 1:20 pm IST