Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

રઘુવંશી બીટસ નવરાત્રી : સંપૂર્ણપણે પારીવારીક વાતાવરણમાં યોજાશે પવિત્ર મહોત્સવ

રઘુકુલ યુવા ગ્રુપના મિતેષ રૂપારેલીયા અને તેની ટીમનું બેનમૂન આયોજન : સાધુ વાસવાણી રોડ ઉપર રઘુવંશીઓ માટે આયોજનઃ ખેલૈયાઓએ ફોર્મ ભરી દેવા

રાજકોટ,તા.૨૫: સતત ચોથા વર્ષે રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા લોહાણા સમાજ માટે શારદીય નવરાત્રી દરમિયાન તા.૧૦થી તા.૧૯ સુધી 'અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ'નું ભવ્ય આયોજન કરાયું જેની વિશેષ માહિતી આપતાં શ્રી રઘુવંશી યુવા ગ્રુપના સંયોજક મિતેશ રૂપારેલીયા અને સાથી ટીમ જણાવે છે કે દશ દિવસ દરમિયાન યોજાનાર આ મહોત્સવમાં હજારો ખેલૈયાઓ પરીવાર ઝુમશે.

આયોજક ટીમના જયદેવભાઈ રૂપારેલીયા, બલરામભાઈ કારીયા, નિલેશભાઈ તન્ના, રામભાઈ કોટેચા, ચંદુભાઈ રાયચુરા, ધવલભાઈ ચેતા, રજનીભાઈ રાયચુરા, પરીમલભાઈ કોટેચા, કિશનભાઈ વિઠ્ઠલાણી, દિપકભાઈ રાયચુરા, દિનેશભાઈ ધામેચા, વિરેન્દ્રભાઈ વસંત, સંજયભાઈ લાખાણી, દિપકભાઈ મદલાણી, વિમલભાઈ ગંગદેવ, વિમલભાઈ બગડાઈ, જયદીપભાઈ કારીયા, હિતેશભાઈ કોટેચા તેમજ મહિલા ટીમના રાધીકાબેન વિઠ્ઠલાણી, બિંદીયાબેન અમલાણી, યામીનીબેન કુંડલીયા, બિંદુબેન ચાંદ્રાણી, આરતીબેન કોટેચા, અંજલીબેન વસાણી, બિજલબેન ચંદારાણા, વૈશાલીબેન રૂપારેલીયા, વિધીબેન સીમરીયા, રીધ્ધીબેન કટારીયા, સુનીતાબેન ભાયાણી, પુજાબેન કુંડલીયા સહિતના ૨૫૦થી પણ વધુ સ્વયંસેવકોની ટીમ કાર્યરત છે.

નવરાત્રીનાં પવિત્ર દિવસોમાં માં જગત જનનીની આરાધના માટે દ્વારા માત્ર લોહાણા સમાજ માટે યોજાયેલા શાનદાર મહોત્સવના દરરોજના ફાઈનલમાં રોજેરોજના વિજેતા પ્રિન્સ તથા પ્રિન્સેસનો નિર્ણય જાનદાર ખેલૈયાઓ વચ્ચેની તંદુરસ્ત સ્પર્ધા બાદ કરાશે. અનેક રાઉન્ડના અંતે મોડી રાત્રી સુધી યોજાનારા આ કસાકસીભરી સ્પર્ધા માં, એ- ગ્રુપ (યુવાનો માટે) અને બી- ગ્રુપ (બાળકો માટે), સી- ગ્રુપ(સીનીયર સીટીઝન માટે)ને તટસ્થ, અનુભવી અને નિષ્ણાંત નિર્ણાયકોની પેનલનાં નિર્ણય મુજબ વિજેતા ઘોષિત કરાશે. મેગા ફાઈનલમાં વિજેતા બનેલા 'બેસ્ટ ઓફ ધી બેસ્ટ' પ્રિન્સ- પ્રિન્સેસને લાખેણા ઈનામોથી નવાજાશે. આ મહોત્સવને રેડીયો પાર્ટનર તરીકે જાણીતું એફ.એમ.જોડાનાર છે.

આ રાસોત્સવમાં દરરોજ કોઈપણ પ્રકારના ફિલ્મી ગીતોને બદલે માત્રને માત્ર માતાજીના ગરબા, લોકગીતો, પ્રાચીન- અર્વાચીન સ્તુતીઓ, દુહા- છંદની રમઝટ બોલાવવામાં આવશે. દરેક નોરતે 'જય આદ્યશકિત' જાણીતા ભકિતપદથી રાસોત્સવનાં મંગલાચરણ કરાયા બાદ સમગ્ર ગુજરાતમાં પોતાના સુર, તાલ અને લયથી જાણીતા બનેલા કલાકારો, સીંગર જીગ્નેશ સોની, શ્યામલ મહેતા, ભુમિ મહેતા, કમલભાઈ અનોવાડીયા, એંન્કર તરીકે હર્ષલ માંકડ અને ખ્યાતનામ ઓરકેસ્ટ્રા જીલ એન્ટરટેઈનમેન્ટ, તેજશ શીંશાગીયા, સુનીલભાઈ રાદડીયા સહિતના સંગીતકાર એરેન્જરના સથવારે તેમજ 'ડાકલા વાગ્યા', 'ભલા મોરી રામા', 'ભાઈ ભાઈ', 'માં પાવા તે ગઢથી ઉતરયા રે લોલ'ગીતોના સથવારે દરરોજ હજારો ખેલૈયાઓ ભાવવિભોર બનીને ઝુમશે.

રઘુવંશી રાસોત્સવમાં અત્યાધુનીક ૧ લાખ વોલ્ટની ડીઝીટલ સાઉન્ડ સીસ્ટમ સાઉન્ડ પેરેમાઉન્ટ, સુનીલભાઈ રાદડીયાની રાખવામાં આવી છે. વોર્ટેક સ્પીકસ (જે.બી.એલ.) તેમજ ફલાઈંગ સીસ્ટમનાં સથવારે ધૂમ મચાવશે. સમગ્ર પરીસરને ભવાની સીકયુરીટીના અભિમન્યુસિંહ જાડેજા અને તેમના બાઉન્સરો સુરક્ષા કવચ પુરૃં પાડશે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘરે બેઠા આ મહોત્સવને લાખો દર્શકો નિહાળી શકે તે માટે રાસોત્સવનું જીવન પ્રસારણ કરવામાં આવશે.

રઘુવંશી બીટસ નવરાત્ર મહોત્સવના ફોર્મ (૧)રામા ફેશન, ૨૨ જાગનાથ પ્લોટ, મહાકાળી મંદિર મેઈન રોડ, (૨) જાનકી પ્રોપોર્ટીઝ, જગન્નાથ ચોક, કલાવાડ રોડ, (૩) રઘુવંશી વડાપાઉં, કરણસિંહજી રોડ, બાલાજી મંદિર સામે, (૪) મગનલાલ આઈસ્ક્રીમ, રેસકોર્ષ રીંગ રોડ, (૫) સંતોષ ડેરી ફાર્મ, ઈન્દીરા સર્કલ, (૬) અંબીકા ફરસાણ, કોટેચા ચોક, (૭) પ્રાઈડ બેકરી, યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક, (૮) પરિશ્રમ રેસ્ટોરન્ટ, આલાપ ગ્રીન સીટી, રૈયા રોડ, (૯) કિશોર સુપર માર્કેટ, ગોપાલ ચોક, સાધુવાસવાણી રોડ, (૧૦) ધુબાકા શીંગ રૈયા રોડ, (૧૧) કેક એન્ડ સ્વીટ, ઈમ્પીરીયલ હાઈટસની સામે, બીગબજારની બાજુમાં, (૧૨) એ.ટી.એમ. કેક, કાલાવડ રોડ, એરટેલ શોપી,  (૧૩) ટ્રેન્ડ ઝોન, રાજપેલેસ ચોક, સાધુ વાસવાણી રોડ, (૧૪) લેડીઝ ફુટ ગાર્ડસ, રાજ પેલેસ, સાધુ વાસવાણી રોડ, (૧૫) એરટેલ શોપી, સાધુવાસવાણી રોડ, (૧૬) જલારામ ખમણ, બજરંગ ચોક, ગાંધીગ્રામ, (૧૭) એકતા પ્રકાશન, યુનિવર્સિટી રોડ, (૧૮) કિશન ઝેરોક્ષ, યુનિર્વિસિટી રોડ, (૧૯) કે.ડી.ડાન્સ એકેડમી, (૨૦) રાજહંસ સોડા, ત્રિકોણબાગ, (૨૧) રઘુવંશી મોબાઈલ, ફુલછાબ ચોક, (૨૨) જીલ મોબાઈલ, રૈયા રોડ, (૨૩) સપના સોડા, કોટેચા ચોક, (૨૪) અરૂણા સીલેકશન, નિર્મળા રોડ, (૨૫) ગુરૂકૃપા પેંડા, લીમડા ચોક, (૨૬) જલારામ મંદિર, ભીલવાસ, (૨૭) ટી પોસ્ટ, માર્કેટીંગ યાર્ડ- બેડી, (૨૮) કૃપા એન્ટરપ્રાઈઝ, હુડકો શાક માર્કેટ, (૨૯) હંસા પ્રોવિઝન સ્ટોર, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, મેઈન રોડ, (૩૦) મનમંદીર કોલ્ડ્રીંકસ, રૈયા રોડ, (૩૧) મોમાઈ સુપર માર્કેટ, નાણાવટી ચોક, (૩૨) સાગર ઈલેકટ્રીક, સ્વામીનારાયણ મંદિરની બાજુમાં, કાલાવડ રોડ,  (૩૩) જયશ્રી અંબીકા જનરલ સ્ટોર્સ, ગોપાલનગર શેરી નં.૧, (૩૪) સોમનાથ ટ્રેડર્સ, ગાયત્રીનગર મેઈન રોડ, રાજકોટ ખાતેથી મળશે. વિશેષ વિગતો માટે મો.૯૩૨૭૭ ૦૬૭૦૭, મો.૮૦૦૦૩ ૮૩૧૬૭, મો.૭૮૭૮૧ ૧૨૭૯૭૯, મો.૯૦૬૭૪ ૯૩૪૫૬ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપના સુત્રધાર યુવા આગેવાન મિતેશ રૂપારેલીયાની યાદીમાં જણાવાયું છે.

આયોજનને સફળ બનાવવા મિતેશ રૂપારેલીયા,  પારસ કુંડલીયા, અલ્પેશ કોટક, કિશન પોપટ, સાગર કક્કડ, માલવ વસાણી, નિશાદ સુચક, ભદ્રેશ વડેરા, ઉમેશ કોટેચા, ધવલ પોપટ, રઘુરાજ રૂપારેલીયા, પ્રકાશભાઈ ગઢીયા (રઘુવઁશી વડાપાઉં), નિરવ રૂપારેલીયા, આશીષ પુજારા, કલ્પીત ખંધેડીયા, દેવેન્દ્ર સોમૈયા, જય દેવાણી, ધર્મેન્દ્ર કારીયા, દર્શન જીવરાજાની, સંદીપ ગંદા, જૈવીન વિઠ્ઠલાણી, ગોપાલ બાટવીયા, વાસુદેવ સોમૈયા, રાજુભાઈ નાગરેચા, અમીત કોટક, લખન કોટક, ભાવેશ કાનાબાર, દર્શન રાજા, મિત સેજપાલ, સંદીપ ગોવાણી, પ્રશાંત પુજારા, જય ઘેલાણી, હિનેર અનડકટ, જેકી કક્કડ, અક્ષીત ઉનડકટ, હર્ષ કારીયા, કમલેશ સોમમાણેક, હર્ષ કારીયા, વિશાલ અનડકટ, કેવલ કાનાબાર, મિતેશ અનડકટ, દિપેન તન્ના, મનીષ જીવરાજાની, હિતેશ મગેચા વિગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.(૩૦.૮)

(3:36 pm IST)
  • યાત્રાધામ અંબાજીma પૂનમનાં મેળાનું થયુ સમાપન:26 લાખ જેટલા યાત્રિકોએ માતાજીનાં દર્શનનો લાભ લીધો:26 લાખ જેટલા પ્રસાદનાં પેકેટનું થયુ વિતરણ:સાડા ત્રણ લાખ લોકોએ ની શુલ્ક ભોજનનો લીધો લાભ:8 હજાર જેટલી ધજાઓ માતાજીને ચડાવવામાં આવી access_time 11:21 pm IST

  • રાજકોટ-આટકોટ હાઇવે પર લુખ્ખાઓનો આતંક : વીરનગર નજીક આવારા તત્વોનો આંતક આવ્યો સામે: એસટી બસના કાચ ફોડી આવારા તત્વો ફરાર: બાઈકમાં સવાર હતા લુખ્ખાઓ : બસ ક્રોસિંગ જેવી નજીવી બાબતે ફોડાયાં કાચ:જસદણથી રાજકોટ આવતી હતી બસ access_time 12:27 am IST

  • છોટાઉદેપુર : પાવી જેતપુર પોલીસ સ્ટેશન માંથી વિશ્વાસ ઘાત છેતરપિંડી ગુન્હામાં પકડાયેલ આરોપી ફરાર: પોલીસ સ્ટેશન માં લોક અપ માંથી રાયટર આરોપી ના જવાબ લેવા બહાર કાઢતા ત્રણ ઇસમો રાયટર જોડે વાત કરતા હતા ત્યારે નજર ચૂકવી ફરાર : આરોપી અરવિંદ દલસુખ રાઠવા ફરાર : પોલીસ ભાગી ગયેલા આરોપી ને પકડવા ના ધમ પછાડા access_time 1:19 pm IST