Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

પુસ્ત્ક પરિચયઃ ધન્વી-માહી

ચિરાગ દુધરેજીયા દ્વારા ''ડીલ્યુઝન ઓફ લાઇફ'' પુસ્તકનું પ્રકાશન

માણસને જીવનમાં ઘણા બધા અનુભવો થાય છે. જેમાં અમુક સારા અનુભવો હોય છે તો અમુક ખરાબ અનુભવો હોય છે અને અમુક માત્ર ભ્રમ હોય છે. ભ્રમ માણસને દુઃખી કરે છે. માણસ તેની નબળાઇને કારણે દુઃખી નથી થતો પરંતુ તેના મનમાં રહેલ ભ્રમને કારણે દુઃખી થાય છે. માણસ પીડાથી વધારે દુખી થવા કરતા તેના મનમાં રહેલા ભ્રમથી વધારે દુખી થાય છે. જીવન ઉતાર ચડાવથી ભરેલું છે. તેમાં આવતા સંઘર્ષને દરેક સ્તરે સ્વીકારીને જીવનમાં આગળ વધવું જોઇએ.

 

'' Delusion of life'' ખુબ જ સરળ ઇંગ્લીશ ભાષામાં લખેલી બુક છે જેમાં જીવનમાં થતા અનુભવોને કુલ ૨૫ અધ્યાયમાં આવરેલ છે. આ પુસ્તક લેખક ચિરાગ દુધરેજીયાએ તેના પિતાને જેમનું નવેમ્બર-૧૭માં કેન્સરની બીમારીને કારણે અવસાન થઇ ગયેલ છે. એમની કેન્સર સામેની લડત અને હકારાત્મક વલણે જ તેમને લખવા માટે પ્રેરિત કર્યો છે.(૧.૩)

પ્રાપ્તિસ્થાનઃ

ચિરાગ દુધરેજીયા

જુનીયર ઇજનેર, કોર્પોરેટ ઓફીસ,

પીજીવીસીએલ-રાજકોટ

મો. ૯૮૯૮૮૭૧૯૦૫

Facebook page: Delusion of life

(1:01 pm IST)