Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

કોરોનાની સ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ પરીક્ષા મોકૂફ રાખવા NSUIની માંગણી

યુનિવર્સિટી ખાતે સૂત્રોચ્ચાર કરતા એનએસયુઆઈના કાર્યકરો નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૨૫ : દેશમાં કોવિડ-૧૯ના કેસ વધતા રાજકોટ એન.એસ.યુ.આઈ.એ યુનિવર્સિટી સામે મોરચો માંડી તા. ૨૭ થી શરૂ થતી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાની માંગણી કરી છે.એનએસયુઆઈએ એક યાદીમાં જણાવ્યુ છે કે બે દિવસ પહેલા કુલપતિ નીતિનભાઈ પેથાણીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ડે રજીસ્ટ્રાર અને પ્રોફેસરોનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે ત્યારે ૨૭મી તારીખથી શરૂ થતી માસ્ટર પરીક્ષામાં વિદ્યાર્થી - વાલી વર્ગમાં ભયની લાગણી વ્યકત થઈ ે. એનએસયુઆઈએ સ્પષ્ટ માંગણી વ્યકત કરી કહે છે કે તા.૨૭મીથી શરૂ થનાર પરીક્ષા રદ્દ કરવી જોઈએ.યુનિવર્સિટી ખાતે રજૂઆત સમયે પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ભાવેશભાઈ રાજપૂત, નિલરાજ ખાચર, દિપક કારેસીયા, વિશ્વદીપસિંહ જાડેજા, સાગર જાદવ, દિગ્પાલસિંહ જાડેજા, માધવ આહિર, મંથનભાઈ, મયુરસિંહ જાડેજા, પુષ્પ રાજસિંહ જાડેજા, રવિભાઈ રાઠોડ, કર્મદીપસિંહ જાડેજા, ભવ્ય પટેલ, પરવેઝભાઈ, વિશ્વજીતસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.

(4:08 pm IST)