Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

મેરીટ બેઝડ પ્રમોશનમાં પોલીટેકનિકના વિદ્યાર્થીઓને અન્યાય : NSUI

રાજકોટ : કોરોના મહામારીના કારણે ચોકકસ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરીટ બેઝડ પ્રમાણે પ્રમોશન અપાયા તેમા રાજકોટની ગવર્નમેન્ટ પોલીટેકનીક કોલેજના મોટાભાગના વિદ્યાર્થીઓને ફેઇલ કરી અન્યાય કરવામાં આવ્યો હોવાનો આક્રોશ એન.એસ.યુ.આઇ દ્વારા વ્યકત કરાયો છે. આ અંગે કોલેજ ડીન સમક્ષ રજુઆત કરતા એન.એસ.યુ.આઇ.ના આગેવાનોએ જણાવેલ કે વિદ્યાર્થીઓનું અગાઉના સેમેસ્ટરમાં સારૂ પરીણામ હોવા છતા ચાલુ સેમેસ્ટરમાં ફેઇલ કરાયા છે. અગાઉ એકપણ એટીકેટી ન આવી હોય તેવા વિદ્યાર્થીઓને પણ ફેઇલ કરાયા છે. જીટીયુના પરિણામોમાં ગરબડ હોવાની આશંકા વ્યકત કરી સત્વરે આ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માંગણી ઉઠાવવામાં આવી હતી. રજુઆત સમયે એન.એસ.યુ.આઇ.ના જિલ્લા પ્રમુખ રોહીતસિંહ રાજપૂત, રવિ સિંધવ, અફઝલ જુણેજા, અભિરાજસિંહ તલાટીયા, મિત પટેલ, માનવ સોલંકી, હર્ષ આશર, પાર્થ બગડા, દેવેન્દ્રસિંહ જાડેજા, દર્શન આહીર, જીલ ડાભી, હાર્દીક મારૂ, દેવાંગ પરમાર, અભી પટેલ વગેરે સાથે જોડાયા હતા. કોલેજ ઇન્ચાર્જ ડીન શ્રી વડાલીયાને રજુઆત સમયની તસ્વીર નજરે પડે છે.

(4:06 pm IST)