Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

૪૮ જીવોને જીવનદાન

રાજકોટ : અરિહંત અનુકૃપા ગ્રુપ દ્વારા સંવત્સરી પર્વ નિમિતે જીવદયાનું સુંદર કાર્ય કરેલ છે. આજના ક્ષમા, અહિંસા અને મૈત્રીના સંવત્સરીના પાવન દિવસે ૪૮ જીવોને કતલખાને જતા અટકાવવા પાંજળાપોળમાં મુકી તેઓના જીવને અભયદાન આપી અરિહંત અનુકૃપા ગ્રુપના સભ્યોએ પુણ્યનું અનેરૂ ભાથુ બાંધ્યું છે. પાંજરાપોળમાં નિભાવ પેટે રૂ. ૨૫,૦૦૦નો ચેક પણ અર્પણ કરેલ. આ કાર્યમાં સદા માટે તત્પર કેતનભાઇ પારેખ, વિરલભાઇ મહેતા, નિલેશભાઇ ખજુરીયા, દિલેશભાઇ સોની, પરેશભાઇ ભુવા, શાંતિભાઇ સંઘાણી તથા ગ્રુપના સભ્યો તસ્વીરમાં નજરે પડે છે.

(4:06 pm IST)