Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ઘરે કપાસ ભરવા આવતા વેપારીઓ ખેડુતોને છેતરી ન જાય તે જોજો : સખીયા-ચોવટીયા

ભારતીય કિસાન સંઘે ગોંડલના પાટીદળમાં કિસ્સો ઝડપ્યો

રાજકોટ તા. ૨૫ : ઘરે આવી ખેડુતના માલની ખરીદી કરી જતા વેપારીઓ દ્વારા છેતરપીંડી કરવામાં આવતી હોવાનો એક કિસ્સો ભારતીય કિસાન સંઘે રંગે હાથ ઝડપ્યો હોય વેપારીઓએ સાવધ રહેવા સંઘના પ્રમુખ દિલીપભાઇ સખીયા અને ઉપપ્રમુખ રમેશભાઇ ચોવટીયાએ અપીલ કરી છે.

તેઓએ સંયુકત યાદીમાં જણાવેલ છે કે ગોંડલ તાબેના પાટીદળ ગામના ખેડુતો ધીરૂભાઇ લીલા (મો.૯૫૩૭૪ ૯૪૯૯૦), મનસુખભાઇ વરસાણી (મો.૯૮૨૪૧ ૯૬૩૪૦), નીતિનભાઇ લીલાએ કપાસ વેચવા  કાઢતા ગોંડલના વેપારીની ગાડી તોલાઇ માટે આવી હતી. આ દરમિયાન વેપારીઓને વાતોમાં ભરમાવી તોલાઇ દરમિયાન દરેક કપાસની ભારીએ પ થી ૧૦ કિલો કપાસ વધુ ભરી લેવાતો હતો. શંકા જતા ફરીથી તોલાઇ કરાવવામાં આવતા૧૦૦ મણની ભારીએ પ થી ૧૦ કિલો કપાસ વેપારીઓનો એમને એમ લુંટી લેવાતો હોવાનું ખુલ્લુ પડયુ હતુ.

ખેડુતોની મહેનતની જણસ કોઇ ચાલક વેપારીઓ એમને એમ લુંટી ન જાય તે માટે સાવધાના રહેવા અંતમાં ફરી ભારતીય કિસાન સંઘ રાજકોટના પ્રમુખ દીલીપભાઇ સખીયા અને ઉપપ્રમુખ રમેશભાઇ ચોવટીયાએ અપીલ કરી છે.

(4:06 pm IST)