Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ધો.૧૦-૧૨ની પૂરક પરીક્ષાનો પ્રારંભ

ગુજરાતભરમાં હજારો વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા : તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર કોવિડની સુચનાનું ચુસ્ત પાલન

રાજકોટ : આજથી ધો.૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાનો પ્રારંભ થયો છે. પ્રસ્તુત તસ્વીરમાં શાંતિપૂર્ણ પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૨૫ : ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સ પરીક્ષામાં એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પુરક પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. રાજકોટમાં ધો.૧૦ વિજ્ઞાન પ્રવાહમાં ૯૪૦ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૫૯૧૫ છાત્રો પરીક્ષા માટે આવેદનપત્ર ભર્યા છે. આજે સવારે ૨૦૦થી વધુ છાત્રો પરીક્ષા આપી રહ્યા છે. શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા જૂનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી સહિતના જિલ્લામાં કોવિડ-૧૯ના માર્ગદર્શન મુજબ લેવાઈ રહી છે. તમામ પરીક્ષાર્થીઓનું ટેમ્પરેચર માપવામાં આવી રહ્યુ છે અને સેનેટાઈઝ અને માસ્કની વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રો ઉપર કરવામાં આવી છે.

(4:04 pm IST)