Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

૨૭મી સુધી ઝાપટા : શુક્રથી રવિ ફરી વરસાદી માહોલ

આ મહિનાના અંત સુધીમાં પવનનું જોર રહેશે : અશોકભાઈ પટેલ : અલગ - અલગ દિવસે રાજયના ઘણા વિસ્તારોમાં હળવો, મધ્યમ, ભારે અને સિમિત વિસ્તારોમાં અતિ ભારે ખાબકશે : અતિ ભારે વરસાદવાળા સેન્ટરોમાં આગાહી સમયની કુલ માત્રા ૧૨૫ મી.મી.ને પણ વટાવી જાય

રાજકોટઃ તા.૨૫, આજથી ૨૭મી સુધી સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં ઝાપટાઓનો દોર ચાલુ રહેશે. શુક્રવારથી રવિવાર સુધીમાં ફરી વરસાદી માહોલ જોવા મળશે. જેમાં અલગ અલગ દિવસે રાજયના ઘણા વિસ્તારોમાં હળવો - મધ્યમ - ભારે અને સીમીત વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરોમાં વરસાદની કુલ માત્રા ૫ ઇંચને પણ વટાવી જાય તેમ વેધન એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ.

તેઓએ જણાવેલ કે દક્ષિણ રાજસ્થાન-ગુજરાત બોર્ડર ઉપર સીસ્ટમ્સ સક્રિય હતી તે આજે લાગુ સીંધ અને કચ્છના ભાગો ઉપર છે. તેને અનુસંગીક અપર એર સાયકલોનીક સરકયુલેશન વધતી ઉંચાઇએ દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકે છે.  આ સીસ્ટમ્સ પશ્ચિમ તરફ શરકશે.

નોર્થ બંગાળની ખાડીમાં લો-પ્રેસર ઉદ્ભવેલુ જે આજે મજબુત બની વેલમાર્ક લોપ્રેસરમાં પ્રરીવર્તીત થયું છે. તેને અનુસંગીક સાયકલોનીક સરકયુલેશન ૭.૬ કિ.મી.ના લેવલ સુધી ફેલાયેલ છે. વધતી ઉંચાઇએ દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકે છે. ચોમાસુ ધરી લો-પ્રેસરથી ચુરૂ, ગોરખપુર, પટ્ટના, કેનીંગ અને વેલમાર્ક લો-પ્રેસર સેન્ટર સુધી ૧.૫ કિ.મી.ના લેવલ સુધી ફેલાયેલ છે.

આ બંગાળની ખાડીની નવી સીસ્ટમ્સ આવતા ૩-૪ દિવસ પશ્ચિમ -ઉત્તર, પશ્ચિમ તરફ ગતિ કરશે. મુખ્યત્વે મધ્ય પ્રદેશ અને ઉત્તરપ્રદેશ ઉપર જશે. તેમ છતાં તેને અનુસંગીક અપરએર સાયકલોનીક સરકયુલેશન મધ્યપ્રદેશ ઉપર છવાશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૨૫ થી ૩૧ ઓગષ્ટ સુધીની આગાહી કરતા જણાવ્યુ છે કે આજે વરસાદની માત્રા અને વિસ્તારોમાં  ઘટાડો જોવા મળ્યો છે તો અનેક વિસ્તારોમાં તડકો પણ જોવા મળેલ. આગાહીના સમયગાળામાં પવનનું જોર જોવા મળશે. ભેજયુકત પવન સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપરથી પસાર થઇ રહયા હોય ૨૭મી સુધી ઝાપટાનો દૌર ચાલુ રહેશે. તા.૨૮ થી ૩૦ ઓગષ્ટ દરમિયાન સીસ્ટમનો અપરએર સાયકલોનીક સરકયુલેશન મધ્યપ્રદેશ ઉપર છવાશે. ત્યારે તેનો ટ્રફ ગુજરાત ઉપરથી લંબાતો હશેે. જેથી તા.૨૮ થી ૩૦ ફરી વરસાદી માહોલ જોવા મળશે. આ સમય ગાળામાં અલગ અલગ દિવસે રાજયના ઘણા વિસ્તારોમાં હળવો-મધ્યમ કે ભારે વરસાદ પડશે અને સીમીત વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે. સીમીત અતિભારે વરસાદ વાળા સેન્ટરોમાં આગાાહી સમયે દરમિયાન વરસાદની કુલમાત્રા ૧૨૫ મીમી (૫ ઇંચ)ને પણ વટાવી જાય.

(3:28 pm IST)