Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

૧૧ શખ્સોની ટોળકી વિરૂધ્ધ ગુજકોટોક હેઠળ ગુનો નોંધાતાં પોલીસનું સન્માન કરતી મહિલાઓ

દૂધ સાગર રોડ હાઉસિંગ બોર્ડના રહેવાસીઓએ કર્યુ એસીપી એચ. એલ. રાઠોડ અને થોરાળા પી.આઇ. જી. એમ. હડીયાનું સન્માન

રાજકોટઃ શહેર પોલીસે થોડા દિવસ પહેલા દૂધ સાગર રોડ હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં રહેતાં ઇમ્તિયાઝ ઉર્ફ લાલો ભીખુભાઇ રાઉમા અને તેની ટોળકીના ૧૦ શખ્સો વિરૂધ્ધ ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એકટ ૨૦૧૫ની કલમો હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરતાં પોલીસની આ કાર્યવાહીને દૂધ સાગર રોડ હાઉસીંગ બોર્ડ વિસ્તારના રહેવાસીઓએ બિરદાવી છે. લોકોએ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડ અને પીઆઇ જી.એમ. હડીયાને અભિનંદન પાઠવ્યા હતાં. થોરાળા પોલીસ સ્ટેશન ખાતે નાગરિકો, ખાસ કરીને મહિલાઓએ પહોંચી એસીપી એચ.એલ. રાઠોડ અને પીઆઇ જી. એમ. હડીયાનું સોશિયલ ડિસ્ટન્સ રાખી સન્માન કરી આભાર વ્યકત કર્યો હતો. ટોળકીની ગુનાખોરીને ડામવા પોલીસે લીધેલા ગુજકોટોક હેઠળના પગલાને લોકોએ આવકાર્યુ હતું.

(3:09 pm IST)