Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

તે કેમ દિકરીને જન્મ આપ્યો...કહી નહેરૂનગરના સિમરનબેન પાનવાલાને પતિ અને સાસુનો ત્રાસ

માવતરેથી પૈસા લઇ આવવા દબાણ કરતા : પતિ તોસીફ અને સાસુ રસીદાબેન સામે ગુનો

રાજકોટ, તા. રપ :  શહેરની આઇ.પી.મીશન સ્કુલ પાસે મુસ્લીમ લાઇનમાં માવતર ધરાવતી મુસ્લીમ મહિલાને રૈયા રોડ પર નહેરૂનગરમાં રહેતા પતિ અને સાસુ નાની નાની બાબતે ઝઘડો કરી માવતરેથી પૈસા લઇ આવવા દબાણ કરી ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ આઇ.પી. મીશન સ્કુલ પાસે મુસ્લીમ લાઇનમાં માવતરના ઘરે રહેતા સિમરનબેન તોસીફ પાનવાલા (ઉ.વ.ર૪) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં પતિ તોસીફ જાહિદભાઇ પાનવાલા અને સાસુ રસીદાબેન જાહીદભાઇ પાનવાલા (રહે. બંને રૈયા રોડ નહેરૂનગર) ના નામ આપ્યા છે. સિમરનબેને ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે ત્રણ માસથી માવતરના ઘરે રહે છે. પોતાના અઢી વર્ષ પહેલા નહેરૂનગરમાં રહેતા તોસીફ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે સંયુકત પરિવારમાં રહેતા હતા. લગ્ન બાદ પતિએ ત્રણેક માસ સારી રીતે રાખેલ બાદ પોતે પ્રેગ્નેન્ટ હતા ત્યારથી જ પતિ પોતાની સાથે નાનીનાની વાતમાં ઝઘડો કરી કહેતા કે તુ તારા પીયર ચાલી જા મારી માતા કહે તેમ કરવુ હોયતો તુ આવજે  અને ત્યારબાદ દિકરીનો જન્મ થતા પતિ મેણાટોણા મારતા કે તે કેમ દિકરીને જ જન્મ આપ્યો મારે દિકરો જોતો હતો. તેમ કહી ઝઘડો કરી મારકુટ કરતો હતો અને સાસુ રશીદાબેન કહેતા કે, તને વળગાળ છે. જેથી હું તને મારી નાખીશ અને મારા દિકરાને હું બીજે પરણાવી દઇશ અને દિકરીનો જન્મ થયો તો કહેતા તે તો મારા દિકરા પર બોજ આપ્યો  આ દિકરીનો ભાર આપી. તારે સીઝરીયન આવેલ છે. જેથી આ તારૂ બાળક નથી અને જો નોર્મલ ડિલેવરી હોત તો અમે માની કે આ બાળક તારૂ છે. તેમ મેણાટોણા મારતા હતા પતિને નોકરી ચાલી ગઇ હોઇ તેથી સાસુ કહેતા 'મારા દિકરાને નોકરી ચાલીગઇ છે તુ તારા પિતાને ત્યાંથી પૈસા લઇ આવ' તેમ માવતરેથી પેેસા લઇ આવવા માટે દબાણ કરતા હતા બાદ ત્રણ માસ પહેલા પતિ અને સાસુએ પોતાને ઇદ કરવા માટે પીયરમાં મોકલેલ ત્યારેથી આ લોકો પોતાને તેડવા આવ્યા નથી આથી પોતે ઙ્ગમહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ એન.બી.ડાંગરે તપાસ આદરી છે.

(3:08 pm IST)