Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

જંગલેશ્વરમાં જુના ઝઘડાને લીધે કાદરભાઇ પરમારના ઘર પર પિત્રાઇ સદામની પાણાવારી

એકટીવામાં નુકસાનીઃ યુવાનની ભકિતનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. રપ :.. શહેરના જંગલેશ્વરમાં જુના ઝઘડાનો ખાર રાખી ઘાંચી યુવાનના ઘર પર પિત્રાઇ ભાઇએ પાણાવારી કરી ધમકી આપતા ફરીયાદ થઇ છે. મળતી વિગત મુજબ જંગલેશ્વર શેરી નં. ૧૧/ર માં રહેતા કાદરભાઇ રહીમભાઇ પરમાર (ઉ.૩૧) રાત્રે પોતાના ઘરે હતાં. ત્યારે તેના કાકાનો દીકરો સદામ કરીમભાઇ પરમાર ઘર પાસે આવીને ગાળો બોલી જોરજોરથી દેકારો કરતો હોઇ તેવામાં કાદરભાઇએ કોઇ જવાબ નહી આપતાં શેરીમાં પડેલ છૂટ્ટા પથ્થરના ઘા કર્યા હતાં. બાદ કાદરભાઇએ સંબંધી ફીરીઝભાઇ ધાડા સહિતને બોલાવતા અને પાડોશીઓ ભેગા થતા સદામ ભાગી ગયો હતો. બાદ કાદરભાઇએ બહાર નીકળીને  જોતા ફળીયામાં પડેલ જી.જે.-૩ એલએચ ૯૮પ૮ નંબરના એકસેસના આગળના ભાગે નુકસાની થઇ હતી. આ અંગે કાદરભાઇએ ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એએસઆઇ બી. પી. સોલંકીએ તપાસ હાથ ધરી છે.

(3:06 pm IST)