Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

પંચનાથ વિસ્તારમાં જુના મકાનની બે દિવાલ તૂટી પડીઃ મોટર દટાઇ

કોઇ માફીયાઓની ભૂંડી નજર પડે તે પહેલા દેવાંગ માંકડ જેવા આ વિસ્તારના આગેવાનો યોગ્ય પગલા લેવડાવે તેવી લાગણી

રાજકોટઃ અહિંના ૧૭ પંચનાથ પ્લોટ (ડો. નિલા મોહીલે વાળી શેરી)માં આવેલ જર્જરીત મકાનની દિવાલ ગઇરાત્રે ધડાકા સાથે તૂટી પડતા ત્યાં પડેલ મોટર નંબર ૫૭૧૭ ઉપર તેનો કાટમાળ પડયો હતો. લગભગ ૧૨૦૦-૧૫૦૦ મીટર જમીન  ઉપરના આ ખંઢેર જેવા મકાનના માલીકો વર્ષોથી અહિં આવેલ નથી. ૯૦ વર્ષના માતા અને પુત્રી જે આ મકાન માલીક છે તે મુંબઇ રહે છે તેવી ચર્ચા છે. તેમને જાણ કરવામાં આવી રહેલ હોવાની પણ ચર્ચા છે. રાજકોટ તો જામીન માફીયા અને જામીન હડપ કરનારા માટે જગમશહુર છે ત્યારે આ કિંમતી જમીન કોઇ હડપ કરી ન જાય તે માટે  તંત્ર યોગ્ય પગલા ભરે તેવી લાગણી છે.   તંત્ર વાહકો આ દિવાલ તોડી પાડે અને જરૃરી માનવતાવાદી  પગલા  લઇ કોઇ ભૂમાફીયા   આ જમીન પચાવી ન જાય તે માટેના કાનુની પગલા ભરે તેવી લાગણી છે. અહિં રાત્રીના અસામાજીકો ઘુસી જતા હોવાની પણ ફરીયાદ ઉઠી છેે. રાજકોટના જમીનના ધંધાર્થીઓ કે સંસ્થાઓ આ માતા-પુત્રીનો સંપર્ક સાધી જમીન અંગે યોગ્ય કરી શકે તેવી પણ ચર્ચા છે. આવી કિંમતી જમીન ઉપર કોઇ નજર માંડે તે પહેલા તંત્ર જાગૃત બને તે ઇચ્છનીય છે.  આ લખાય છે ત્યારે બપોરે ૧II વાગે બાજુની લટકતી દિવાલ પણ તૂટી પડી છે. (તસ્વીર ઃ સંદીપ બગથરીયા)

(2:25 pm IST)