Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

જીઇબીની માઠી બેઠી છે : રર૯ ફીડર બંધ : ૪૮ ગામોમાં અંધારા : ૩૬૦ થાંભલા પડી ગયા : ટીમને દોડધામ

રાજકોટ, તા. રપ : ભારે વરસાદે વીજ તંત્રને ફરી એકવાર લાખો રૂપિયાનું નુકશાન કરાવી દીધું છે. ભારે વરસાદની સાથે તોફાની પવનને કારણે અનેક સ્થળે વાયરો તૂટતા-જમ્પરો ઉડતા અને વીજ થાંભલા પડી જતાં સવારથી વીજ ટીમોને દોડધામ થઇ પડી છે. યુદ્ધના ધોરણે રીપેરીંગ કામ શરૂ કરાયું છે.

મળતી વિગતો મુજબ આજે સવારે ૯ વાગ્યાના રીપોર્ટ પ્રમાણે ફુલ રર૯ ફીડરો ટ્રીપીંગમાં ગયા છે. ભૂજ પંથકમાં ભારે પાણી ભરાતા ભૂજના ૪૬ સહિત કુલ ૪૮ ગામોમાં આજે પણ અંધારપટ છે અને ભૂજ-૧૧ર તથા અંજાર મહેલમાં-૧પ૧ સહિત કુલ ૩૬૦ વીજ પોલ પડી જતા તે ઉભા કરવા કાર્યવાહી શરૂ થઇ છે.

દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં લાઇટો રાબેતા મુજબ ચાલુ છે. કુલ ૯ ફરીયાદો પેન્ડીંગ છે. રાજકોટમાં હાલ એક પણ ફરીયાદ નથી.

(12:56 pm IST)