Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

રીસર્ચ તથા પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ફેલોશીપઃ ઈન્વેન્શન બદલ એવોર્ડરૂપે રોકડ રકમ

સાયન્સ તથા એન્જીનીયરીંગના વિષયોમાં માસ્ટર્સ ડીગ્રી હોલ્ડર્સ માટે રીસર્ચ કરવાની તક : ઇનોવેટર્સ અને પ્રોફેશનલ્સ માટે પ્રતિષ્ઠિત એવોર્ડ રાહ જુએ છે : અનાથ, બેઘર તથા અર્ધ અનાથ વિદ્યાર્થીઓ શિષ્યવૃતિના સહયોગથી પોસ્ટ ગ્રેજ્યુએશન કરી શકે છે

રાજકોટ,તા.૨૪ : આજનું યુવાધન સતત ઉજ્જવળ કારકીર્દીની શોધમાં છે ત્યારે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે તથા અગત્યના-ઉપયોગી ક્ષેત્રમાં વિવિધ ક્ષેત્રે ઇન્વેશન બદલ એવોર્ડ રૂપે રોકડ રકમ મેળવવાનો સોનેરી સમય આવ્યો છે. રીસર્ચ  પ્રોજેકટ ઉપર કામ કરવા તથા પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે ઉપયોગી સ્કોલરશીપ પણ હાજર છે. આ તમામ બાબતો ઉપર એક નજર કરીએ તો...

* IIT ખડગપુર કોરલ જુનિયર/સિનિયર રીસર્ચ ફેલોશીપ ૨૦૨૦ અંતર્ગત '' અ બાયોટેકનોલોજીકલ એપ્રોચ ટુ એલુસીટેડ એડેપ્શન મિકેનિઝમ, માઇગ્રેશન પેટર્ન એન્ડ રીપ્રોડકટીવ બાયોલોજી ઓફ ઇન્ડીકેટર ટેમ્પરેટ અલ્પાઇન પ્લાન્ટસ ઇન ધ હિમા- લયાર્ઝ ઇન રીસ્પોન્સ ટુ ચેન્જીંગ કલાયમેટ (BBI)'' નામના પ્રોજેકટ ઉપર રીસર્ચ વર્ક કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ખડકપુર દ્વારા માસ્ટર્સ ડીગ્રી હોલ્ડર્સ પાસેથી તારીખ ૩૧/૮/૨૦૨૦ સુધીમાં ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

— અરજી કરવા માટેની પાત્રતા

સાયન્સ તથા એન્જીનીયરીંગના વિષયોમાં માસ્ટર્સ ડીગ્રી ધરાવનાર અને ૨૭ વર્ષ સુધીના વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસે રીમોટ સેન્સીંગ એન્ડ મોડેલીંગનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જોઇએ. પસંદ થનાર ઉમેદવારોને માસિક ૩૧ હજાર રૂપિયા મળવાપાત્ર થશે.

— અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/KGP5

* ધ દલાઇ લામા ટ્રસ્ટ પોસ્ટગ્રેજ્યુએટ સ્કોલરશીપ ૨૦૨૦ અંતર્ગત અનાથ, બેઘર તથા અર્ધઅનાથ (એકવાલી) વિદ્યાર્થીઓ કે જેઓ ગ્રેજ્યુએટ થઇ ગયેલ છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષણ વિભાગ, તિબેટીયન ચિલ્ડ્રન્સ એજ્યુકેશન એન્ડ વેલફેર ફંડ દ્વારા અરજી મંગાવવામાં આવી છે.

— અરજી કરવા માટેની પાત્રતા

સારા વર્તન વ્યવહાર ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓએ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામમાં પ્રવેશ લીધો હોય તેઓ તારીખ ૩૧/૮/૨૦૨૦ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને વિવિધ લાભો મળવાપાત્ર થશે.

— અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/DLT3

* નેશનલ મેરીટોરીયસ ઇન્વેન્શન એવોર્ડ NRDC૨૦૨૦ અંતર્ગત નેશનલ રીસર્ચ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (NRDC) દ્વારા દેશના તેજસ્વી વિદ્યાર્થીઓ, ઇનોવેટર્સ તથા પ્રોફેશનલ્સ પાસેથી આ એવોર્ડ પ્રોગ્રામ માટે તારીખ ૩૧/૮/૨૦૨૦ સુધીમાં ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. અલગ-અલગ ત્રણ કક્ષામાં એવોર્ડ અપાશે.

— અરજી કરવા માટેની પાત્રતા

IP સાથે જોડાયેલ ઇનોવેશન્સ, પ્રિમિયમ ઇનોવેશન, હાઇટેક એરીયા સાથે જોડાયેલ ઇનોવેશન કરનાર પ્રોફેશનલ્સ સોશીયો ઇનોવેશન એવોર્ડ માટે અરજી કરી શકે છે. એગ્રીકલ્ચર, એન્વાયર્નમેન્ટ, ગ્રામીણ ક્ષેત્ર, એનર્જી, મેડીકલ ક્ષેત્રમાં પ્રભાવી કામ કરતા પ્રોફેશનલ્સ અરજીપાત્ર છે. ૨૮ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓ કે જેઓએ કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થાન, રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ, યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન, માસ્ટર્સ અથવા તો પી.એચ.ડી.માં પ્રવેશ લઇ લીધો છે તેઓ અરજી કરી શકે છે.

પસંદ થનાર વિદ્યાર્થીઓને ત્રણ કક્ષામાં (શ્રેણીઓમાં) એક લાખ રૂપિયા, ત્રણ લાખ રૂપિયા તથા પાંચ લાખ રૂપિયા ક્રમશઃ પ્રતિ વ્યકિત મળવાપાત્ર થશે.

— અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/NMI5

પ્રતિષ્ઠિત પ્રોજેકટ ઉપર કામ કરવા માટે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે તથા નેશનલ મેરીટોરીયસ ઇન્વેન્શન એવોર્ડ NRDC ૨૦૨૦ મેળવાની અમૂલ્ય તક આવી છે. યોગ્ય લાયકાત, આત્મવિશ્વાસ, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને શિષ્યવૃતિ મેળવવા તથા લાખેણો એવોર્ડ મેળવવા જલ્દીથી અરજી કરી દો. સાચી નિતીથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપેજ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

સવારે ચા સાંજે અકિલા આ કાપલી સાચવી રાખો

(11:54 am IST)