Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

રિધ્ધી સિધ્ધી પાર્કમાં બેભાન થઇ ગયા બાદ હેતલબેન કાપડીનું મોત

બે માસુમ સંતાન મા વિહોણા થતાં પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨૫: ગોંડલ રોડ પર સાંઢીયા પુલ પાસે રિધ્ધી સિધ્ધી પાર્ક-૧માં રહેતાં હેતલબેન ગોૈરવભાઇ કાપડી (બાવાજી) (ઉ.વ.૩૫)ને રાતે દસેક વાગ્યે છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવરાજભાઇ નાટડાએ જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. એમ. બી. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારના પતિ ગોૈરવભાઇ જીતેન્દ્રભાઇ કાપડી મોરબી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં નોકરી કરે છે. સંતાનમાં પાંચ વર્ષ અને બે વર્ષના બે પુત્ર છે. આ બંને માસુમા વિહોણા થઇ જતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:53 am IST)