Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

બાંધકામ સહિત પ૧ સ્થળોએ રોગચાળો ફેલાવતા મચ્છરોનાં ઉછેર કેન્દ્રઃ ૪ર હજારનો દંડ-નોટીસ

રાજકોટ :.. મચ્છરજન્ય રોગચાળા અટકાયતી માટે મેલેરીયા વિભાગ દ્વારા વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોમર્શીયલ કોમ્પલેક્ષ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળે તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણાશે. જેની વિરૂધ્ધ મચ્છર ઉત્પતિ સબબ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કામગીરી સબબ તા. ર૦ ઓગસ્ટ અને તા. ર૧ ઓગસ્ટ દરમ્યાન બાંધકામ સહિત ૭૪ પ્રિમાઇસીસોમાં મચ્છર ઉત્પતિ સબબ ચેકીંગ કામગીરી કરવામાં આવેલ. આ કામગીરી હેઠળ નીચે જણાવેલ પ૧ પ્રીમાઇસીસમાં મચ્છરના પોરા મળી આવતા અથવા મચ્છર ઉત્પતિ  થાય તેવી બેદરકારી જોવા મળતા વાસ્તુ પેલેસ અલ્કાપુરી, ૧ બાંધકામ, સાઇટ, માટલા વાળા ભાવનગર મે. રોડ, શ્રીરામ કોમ્પલેક્ષ ગાયકવાડી-૮, અમૃતા કોમ્પ્લેક્ષ વિંગ-૧, આડો પેડક રોડ, જે. કે. શો-રૂમ ગોંડલ રોડ, કારખાનું માંડાડુંગર-૪, મિત રેસીડેન્સી-ગીતાનગર (બાંધકામ, સાઇટ, કારખાનું માંડાડુંગર-૪, વિશ્વકર્મા મોટર ગેરેજ અટીકા-૪, ટી સ્ટોલ ભવાની ચોક, શકિત ટી સ્ટોલ -ભાવનગર મે. રોડ, માધવ ઇન્ઙ ઘનશ્યામ ઇન્ઙ એરીયા, ઇન્ડસ્ટ્રીઝ-ઘનશ્યામ ઇન્ઙએરીયા, ભંગાર ડેલો-વિરાણી અઘાટ રોડ, પટેલ એસ્ટેટ-ઘનશયામ ઇન્ડ. એરીયા, ન્યુ બાંધકામ-શીવાજી પાર્ક, ન્યુ બાંધકામ-નીરંજની સોસાયટી, ન્યુ બાંધકામ-સૌરભ સોસાયાટી, ન્યુ બાંધકામા-નીરંજની સોસાયટી, ન્યુ બાંધકામ-વંદના હેરીટેઝ, વન વાટીકા-ટાગોર રોડ, ન્યુ બાંધકામ-ઢેબર રોડ, ન્યુ બાંધકામ-ગોપાલનગર, ધનલક્ષ્મી ઇન્ડ.-અટીકા-૪, રમેશ કાસ્ટીંગ- કંપની-અટીકા-૪, ઓલવીન ઇન્ડસ્ટ્રીઝ-અટીકા-૪, સી.કે. એન્ટર પ્રાઇઝ-અટીકા-૪, સમર સ્ટીલ-અટીકા-૪, ન્યુ બાંધકામ-સેન્ટ્રલ જેલ કમ્પાઉન્ડ, ન્યુ બાંધકામ -ઢેબર રોડ, ન્યુ બાંધકામ-ગોપાલનગર-૧૩, ન્યુ બાંધકામ-શિવમ પાર્ક, સંજીવની કોમ્પ્લેક્ષ-મવડી ચોક, જાસલ કોમ્પલેક્ષ-નાણાવટી ચોક, રવેચી હોટલ-બાલાજી હોલ, શાંતી આર્કેડ-સાધુવાસવાણી રોડ, સિદ્ધનાથ કોમ્પ્લેક્ષ-સાધુવાસવાણી રોડ, ન્યુ બાંધકામ સાઇટ-જય સરદાર રોડ, બેંક ઓફ બરોડા-જય સરદાર રોડ, અર્પણ કોમ્પલેક્ષ-રૈયા રોડ, અપૂર્વ કોમ્પ્લેક્ષ-રૈયા રોડ, શ્રદ્ધા હોસ્પિટલ-ઇન્દીરા સર્કલ, ગેરેજ-પ્રમુખનગર મે. રોડ, સેન્ટીગ ડેલો-વિશ્વનગર, વિશ્વકર્મા મોટર ગેરેજ-અટીકા, દુકાન-પટેલનગર, સોમનાથ ઇન્ડ. ઘનશ્યામ ઇન્ડ. એરીયા, સહિતના સ્થળોએ નોટીસ તથા રૂ. ૪ર હજારનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. 

(4:35 pm IST)