Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

સીંગતેલમાં વધુ ૧૦ રૂ.નો ઉછાળો

નવા ટીનના ભાવ વધીને ર૧ર૦ થી ર૧૪૦ રૂ. થયા

રાજકોટ, તા., ૨૪: સીંગતેલમાં તેજીનો દોર યથાવત રહયો છે. આજે ડબ્બે વધુ ૧૦ રૂ.નો ઉછાળો થયો હતો.

સ્થાનીક બજારમાં નવા સપ્તાહના પ્રારંભે  વરસાદના કારણે યાર્ડોમાં મગફળીની આવકો ઘટતા સીંગતેલમાં વધુ ૧૦ રૂ.નો ભાવધારો થયો હતો. શનિવારે સીંગતેલ લુઝ ૧૦ કિ.ગ્રા.ના ભાવ ૧૨૨૫ રૂ. હતા તે વધીને  આજે બપોરે ૧૨૩૫ રૂ. બોલાયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ર૧૧૦ થી ર૧૩૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. સીંગતેલની સાથે કપાસીયા ટીનના ભાવ વધીને ૧૪પપ થી ૧૪૭પ રૂ. થયા હતા. સીંગતેલમાં બે દિ'માં ૨૦ થી ૨૫ રૂ.નો ભાવ વધારો થયો છે.

(4:35 pm IST)