Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી નસ્તો ફરતો કેદીને પકડી પાડતી રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કોડની ટીમ

રાજકોટ : શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર અજયકુમાર ચૌધરી તથા નાયાબ પોલીસ કમિશ્નર તથા એ.સી.પી. ક્રાઇમ જે.એચ.સરવૈયા એ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના કરતા પેરોલ ફર્લો સ્કોડના .સબ.ઇન્સ.બી.કે.ખાચર ના માર્ગદર્શન મુજબ નાસ્તા ફરતા આરોપીની તપાસમાં હતા.

આ દરમ્યાન અમદાવાદ મધ્યસ્થ જેલમાથી પેરોલ- રજા પરથી જયેશભાઇ મનશુખભાઇ જાવીયા ફરાર છે.અને હાલ રાજકોટ શહેર રેલનગર પી.એન્ડ.બી સ્કૂલની પાછળ પોતાના ઘરે હાજર છે. તીવી હકીકત પો.હેડ કોન્સ બકુલભાઇ વાધેલા.પો.કો.મહમદઅઝરૂદીન બુખારી તથા જગદીશભાઇ ગઢવીનાઓને સયુક્ત રીતે હકીકત મળેલ જેથી હકીકત વાળી જગ્યાએ જતા ઉપરોક મજકુર ફરાર  કેદી મળી આવતાઅ જેથી પુછપરછ કરતા જયેશ મનશુખભાઇ જાવીયા જાતે પટેલ (ઉ.વ ૩૪) રહે રેલનગર સંતોષી પેટ્રોલપંપ પાસે રાજકોટ (હાલ અમદાવાદ મધ્યસ્થ જીલ) વાળો હોવાનુ જણાવતો હોય અને પોતાને નેગો ઇન્સુ.એક્ટ ૧૩૮ મુજબ તારીખ ૯/૪/૨૦૧૯ થી બે વર્ષની સજા પડેલ હોવાનુ જણાવેલ અને  પોતે નવ દીવસની પેરોલ રજા પર હોઇ અને ૨૩/૦૭/૨૦૧૯ના રોજ હાજર થવાનુ હોઇ પરંતુ હાજર ના થઈ ફરાર  હોવાનુ જણાવતા આજ રોજ  તારીખ ૨૫/૦૭૨૦૧૯ના કલાક ૧૧:૩૦ વાગ્યે ધોરણ સર કાર્યવાહી કરી અમદાવાદ મધ્યસ્થ જેલમા  મુકવા તજવીજ કરેલ છે.

(7:28 pm IST)