Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

સુરતવાસીઓએ અ‌િગ્‍નકાંડ થીમ પર જન્‍માષ્‍ટમીની ઉજવણી કરવા સાથે મૃતકોને પણ આપી શ્રધ્‍ધાંજલી લોકમાનસમાં અ‌િગ્‍નકાંડના દૃશ્‍યોની યાદો તાજી કરાવી

 રાજકોટમાં ગઈકાલે શનિવારે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. ભગવાન કૃષ્ણનો ધરતી પર અવતાર લેવાનો હેતું સમાજમાં રહેલી બદીને દૂર કરવાનો, દુરાચારીઓનો નાશ કરી ધર્મની સ્થાપના કરવાનો છે. તેમજ વિશ્વભરમાં પ્રેમની સ્થાપના કરવાનો હતો. ત્યારે કૃષ્ણ જન્મ પર લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુસર રાજકોટના સંત કબીર રોડ પર સુરત અગ્નિકાંડના દ્રશ્યો થયા તરોતાજા થાઈ તે પ્રકારની થીમ સાથે ફ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે.

સુરત તક્ષશિલા અગ્નિ કાંડમાં હોમાયેલ વિધાર્થીઓ જે રીતે આગમાં ખાખ થયા હતા તે પર થીમ બનવવામાં આવી છે. તો સાથે જ તમામ મૃતક વિધાર્થીઓને શ્રદ્ધાંજલિ પાઠવતી થીમ પણ બનાવવામાં આવી છે. ત્યારે જન્માષ્ટમી મહોત્સવ પર સંત કબીર રોડ પરના ફ્લોટમાં સુરત અગ્નિકાંડની થીમ જોઈ સૌ કોઈ જોનારામાં જાગૃતતા આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસુમોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જે પગલે સરકારે કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા હતા. તો સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ ઘટના અંગે જવાબદાર લોકોની ધરપકડ કરવાના આદેશ પણ આપ્યા હતા. આ ઘટનામાં જવાબદાર લોકોને ફરજ મૂક્ત પણ કરવામાં આવ્યા હતા. સુરતના અગ્નિકાંડની ઘટનાએ સમગ્ર સુરત જ નહીં પરંતુ ગુજરાત સહિત દેશને હચમચાવી દીધો હતો.

(4:54 pm IST)