Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

શહેરમાં રોગચાળો અટકાવવા તંત્ર ઉધા માથે : તળાવ, સેલર, સહિતના ૮૩ સ્થળોએ પોરાભક્ષક ગપ્પી માછલી મુકાયા

રાજકોટ  : ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો મચ્છરથી થાય છે. તથા આ મચ્છર ચોખ્ખા સંગ્રહિત અને સ્થિર પાણીના સ્ત્રોત્રમાં મચ્છરો ઇંડા મુકે છે. ઇંડામાંથી પોરા, પ્યુપા અને અંતમાં પુખ્ત મચ્છર બને છે. મચ્છરની ઉત્૫તિ અટકાવવા પોરાભક્ષક ગપ્પી માછલી એક ઉત્ત્।મ ઉપાય છે. જે અન્વયે  મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ઝૂંબેશના ભાગ રૂપે તા.રર/૦૮/૨૦૧૯ ના રોજ મચ્છરજન્ય રોગચાળા અટકાયતી માટે માન. કમિશનર બંછાનિધી પાનીની સુચના અને આરોગ્ય અધિકારી પંકજ રાઠોડના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા દ્વારા સધન ઝુંબેશ રૂપે તમામ તળાવ તથા ખાડા, અવેડા, હોજ વગેરેમાં પોરાભક્ષક માછલી મુકવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં કૂલ – ૮૩ સ્થળોએ માછલી મુકવામાં આવેલ.   લાલ૫રી તળાવ, રાંદરડા તળાવ, અટલ સરોવર ,ખોડીયાર૫રા પાછળ વરસાદી ખાડામાં તથા પોલીટેકનીક સ્ટાફ કવાટર્સ, બ્રમ્હાણી હોલના સેલર પી.ડબલ્યુ ડી ઓફીસ સહિતના ૮૩ સ્થળોએ માછલી મુકવામાં આવેલી .

(3:30 pm IST)