Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

રાજકોટના પ્રાઇવેટ મેળા માંથી 126 કિલો અખાદ્ય ખોરાકનો નાશ : આરોગ્ય વિભાગનું ચેકિંગ

રાજકોટ : જન્માષ્ટમી નિમિત્તે શહેરમાં યોજાતા પ્રાઇવેટ મેળામાં આજે મ્યુનિ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના સ્ટોલ માં ચેકિંગ કરવામાં આવતા મંચુરિયન ,વાસી બ્રેડ સહિત ૧૨૩ કિલો ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે

આ અંગે   મ્યુનિ.કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડના જણાવ્યા પ્રમાણે શહેરમાં યોજાતા રીયલ ગોકુલ, રજવાડી અને રોયલ મેળામાં ફુટ શાખાની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન ગોકુલ, રજવાડી અને રોયલ મેળાના ખાણીપીણીના સ્ટોલમાંથી મંચુરિયન , વાસી બ્રેડ સહિત 123 કિલો અખાદ્ય ખોરાક મળી આવતા તેમનો નાશ કરવામાં આવ્યો હતો

(2:58 pm IST)