Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

ફકત જૈન સમાજના ખેલૈયાઓ માટે રાસોત્સવ

જૈનમની ટીમ દ્વારા પારીજાત પાર્ટી પ્લોટ ખાતે સતત ત્રીજા વર્ષે આયોજનઃ સંગીતકાર પંકજ ભટ્ટ અને તેનું ઓરકેસ્ટ્રા ખેલૈયાઓને ડોલાવશે : ૧ લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ્સ : નિઃશુલ્ક દાંડીયાના કોચીંગ કલાસ : સ્ટેડિયમ ટાઈપ બેઠક વ્યવસ્થાઃ ૪૦ વર્ષથી મોટા ઉંમરના ખેલૈયાઓ માટે પ્રિન્સ - પ્રિન્સેસની કેટેગરી : દરરોજ જુદી - જુદી સ્પર્ધાઓ : યુવાઓ માટે ખાસ સેલ્ફી ઝોન

રાજકોટ, તા. ૨૫ : સમગ્ર જૈન સમાજ દ્વારા જૈનમ્ ટીમના આયોજનને બિરદાવી સતત ત્રીજા વર્ષે જૈનમ ટીમ દ્વારા નવરાત્રી મહોત્સવનું શાનદાર આયોજન કરવા જઈ રહ્યું છે.

માં આદ્યાશકિતની આરાધનાના નવલા નવરાત્રીના પવિત્ર દિવસોમાં રાજકોટની દરેક જૈન સંસ્થાઓના પૂર્ણ સહયોગ દ્વારા આગામી નવરાત્રી તા.૧૦ ઓકટોબરથી તા.૧૮ ઓકટોબર સુધી એમ ૯ દિવસ માટે જૈનમ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. વિસરાતા જતા સાંસ્કૃતિક વારસાને સાચવવા તથા બાળકોમાં ભકિત - શકિત અને પવિત્રતા ખીલે તથા વિકસે અને આપણા મૂલ્યનિષ્ઠ ઉત્સવોને સાચી સમજણપૂર્વક માણતા - ઉજવતા શીખે તેવા અને જૈન સમાજમાં એકતા વધુ દૃઢ બને તેવા ઉમદા ધ્યેય સાથે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

નવલી નવરાત્રીને વધાવવા ખેલૈયાઓ થનગનતા હોય છે. નવરાત્રીનો સ્પીરીટ જ એવો હોય છે કે દરેક ઉંમરના લોકોને પગ થીરકાવવાનું મન થઈ આવે. પણ બધુ ત્યારે જ શકય બને છે જયારે તમે ગ્રુપમાં જતા હોય, ગ્રુપ હોય તો જ તમને સિકયુરીટી અને લાઈક માઈન્ડેડ લોકોની કંપની મળતી હોય છે. આવુ દરેક માટે શકય નથી હોતું. આ પ્રશ્નના હલ સ્વરૂપે જૈનમ્ ટીમ દ્વારા સતત ત્રીજા વર્ષે પણ ફકત જૈનો માટે જ નવરાત્રી મહોત્સવનું એક વિશેષ આયોજન હાથ ધરી રહ્યુ છે. આ નવરાત્રી કોમ્યુનીટી કલ્ચર અને કલાસનો સમન્વય બની રહેશે.

આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર રાજકોટના જૈન શ્રેષ્ઠીવર્ય ચંદ્રકાંતભાઈ શેઠના પારીજાત પાર્ટી પ્લોટના ૩૪ હજાર વારના વિશાળ ગ્રાઉન્ડમાં કોઈ કોમર્શીયલ હેતુ વગર આયોજીત થનાર છે. ગ્રાઉન્ડમાં આકર્ષક લાઈટીંગ સાથે મનમોહક સ્ટેજનું નિર્માણ કરવામાં આવનાર છે. આ નવરાત્રી મહોત્સવમાં સુપ્રસિદ્ધ સંગીતકાર ગુજરાત રાજય સંગીત નાટ્ય અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટ તથા તેમના સાજીંદાઓ ફરી એકવાર ખેલૈયાઓને ડોલાવશે. જૈનમ્ દ્વારા પ્રખ્યાત સીંગરો કે પોતાના કંઠથી સમગ્ર જૈન સમાજના ખેલૈયાઓને ગરબાઓ ઉપર રમવા મજબૂર કરી દેશે.

જયારે યુવાઓના હૈયાઓને ડોલાવવા ૧ લાખ વોટની સ્ટેટ ઓફ ધી આર્ટ મલ્ટી લેયર સાઉન્ડ સિસ્ટમના તાલે ઝુમશે. સરાઉન્ડીંગ સાઉન્ડનો ઉપયોગ આ વખતે રાજકોટમાં નવરાત્રી મહોત્સવમાં કરવામાં આવનાર છે.

નવરાત્રી મહોત્સવના ખેલૈયાઓ માટે દરરોજ બેસ્ટ ટ્રેડીશ્નલ કોસ્ચ્યુમ, ડેકોરેટીવ ગરબા, બેસ્ટ આરતી, બેસ્ટ ટેટુ, બેસ્ટ મહેંદી જેવી અવનવી કોમ્પીટીશન સાથે ગરબાની વેરાયટી પણ સામેલ કરવામાં આવેલ છે. રોજબરોજ દરેક ગ્રુપને અવનવા ઈનામોની વણઝાર ઉપરાંત નવરાત્રીના અંતમાં મેગા ફાઈનલમાં લાખેણા ઈનામો વિજેતાઓને આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

ગ્રાઉન્ડની અંદર ખેલૈયાઓ સિવાયના મેમ્બર માટે ગ્રાઉન્ડમાં જ અલાયદી અને આરામદાયક બેઠક વ્યવસ્થા કરવામાં આવનાર છે. તો સાથોસાથ કોર્પોરેટ વર્લ્ડની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને ખાસ પ્રકારે ડીઝાઈન કરેલ ''ગઝેબો'' પણ તૈયાર કરવામાં આવનાર છે. જેમાં સોફા ટાઈપ સીટીંગ વ્યવસ્થા તેમજ મહેમાનો માટે એટેડન્ટન્ટની વિશેષ સુવિધા પણ પૂરી પાડવામાં આવનાર છે. જે એક વિશેષ વાત છે. નવરાત્રી મહોત્સવનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવનાર હોવાથી કોર્પોરેટ કંપનીઓ પણ પોતાની પ્રોડકટ્સના પ્રમોશન માટે પોતાનું સમર્થન આપી રહી છે જે આ આયોજનના સફળતાનું પહેલુ જમાપાસુ છે.

ખેલૈયાઓને અને યુવાઓ ગ્રાઉન્ડમાં જ ''સેલ્ફી ઝોન'' તૈયાર કરવામાં આવનાર છે.

જૈન સમાજના લોકો માટે નવ દિવસના વ્યકિતદીઠ પાસ રૂા.૮૦૦ રાખવામાં આવેલ છે. જેમાં નવ દિવસના ફૂડ અને બેવરેજીસના કુપન પણ આપવામાં આવનાર છે. ઉપરાંત જૈન વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓને રૂા.૪૦૦માં સીઝન પાસ આપવામાં આવશે અને સાથે નવ દિવસના ફૂડ અને બેવરેજીસના કુપન પણ આપવામાં આવનાર છે.

નવરાત્રી મહોત્સવમાં સ્ટેજ તથા અન્ય બેઠક વ્યવસ્થા પણ પ્રોફેશ્નલ પ્લાનર દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. ગ્રાઉન્ડના કોઈપણ ખુણેથી સ્ટેજનો વ્યૂહ એકદમ સ્પષ્ટ દેખાય તે રીતે તૈયાર કરવામાં આવેલ છે. ગ્રાઉન્ડમાં બેઠક વ્યવસ્થા સ્ટેડીયમ ટાઈપ કરવામાં આવેલ છે. ઉપરાંત ગ્રાઉન્ડમાં વિશાળ એલઈડીની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે. સલામતીના માપદંડ ઉપર ખરા ઉતરતા દરેક વિસ્તારને નાઈટવીઝન સીસીટીવીથી આવરી લેવામાં આવશે. તેમજ સમગ્ર આયોજનો વિમો પણ લેવામાં આવનાર છે. પાર્કીંગની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

જૈન સમાજના જે ભાઈ - બહેનોને દાંડીયા રાસ નથી આવડતા અને શીખવા ઈચ્છે તે માટે પણ જૈનમ્ ટીમ દ્વારા કોચ દ્વારા નિઃશુલ્ક કોચીંગ કલાસનું પણ આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેમાં (૧) ધૈર્ય પારેખ - રામકૃપા પાર્ટી પ્લોટ, જાશલ બિલ્ડીંગ બાજુમાં, સ્ટર્લીંગ હોસ્પિટલ સામે, ૧૫૦ ફૂટ રીંગ રોડ (૨) કુમારભાઈ શાહ- ઉષા કિરણ એપાર્ટમેન્ટ, સરદારનગર મેઈન રોડ (૩) જયેશભાઈ મહેતા - નેમીનાથ એન્ટરપ્રાઈઝ, જયનાથ કોમ્પલેક્ષની બાજુમાં, મક્કમ ચોક, ગોંડલ રોડ, રાજકોટ ખાતે કાર્યરત થનાર છે. આ અંગેની વધુ માહિતી માટે ધૈર્ય પારેખ મો.૯૩૭૬૪ ૦૧૧૧૦ ઉપર સંપર્ક કરવો.

જૈનમ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવના મધ્યસ્થ કાર્યાલય : તરૂણભાઈ કોઠારી, ડોકટર પ્લાઝા, કસ્તુરબા રોડ, જ્યુબીલી ગાર્ડન સામે, રાજકોટ ખાતે કાર્યરત કરવામાં આવેલ છે. તેમજ રાજકોટ શહેરના વિશાળ વિસ્તારને આવરી લેવા અલગ અલગ જગ્યાએ ફોર્મ વિતરણ અને કલેકશન સેન્ટર પણ ખોલવામાં આવેલ છે. જેમાં (૧) તપસ્વી સ્કુલ, ૨ જલારામ પ્લોટ, યુનિવર્સિટી રોડ (૨) નિલેશભાઈ ભાલાણી - શ્રી અંબાઆશ્રિત સારીઝ, દિવાનપરા મેઈન રોડ (૩) જયેશભાઈ વસા - જૈન બ્રાઈટ સ્ટીલ, ભકિતનગર સર્કલ પાસે (૪) જેનીશભાઈ અજમેરા - જાશલ ડેવલોપર્સ, જાસલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, સ્ટર્લીંગ હોસ્પિટલ સામે, (૫) જીતુભાઈ લાખાણી - હેપી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, ઢેબર ચોક (૬) ઉર્મી એમ્પોરીયમ, ૨૨ - સદ્દગુરૂ કોમ્પલેક્ષ, ન્યુ એરા સ્કુલ સામે રૈયા રોડ (૭) પનાસ, બિઝનેસ ટર્મીનલ, રામકૃષ્ણ આશ્રમ સામે, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે કાર્યરત થયેલ છે.

જૈનમ નવરાત્રી મહોત્સવનાં આ કાર્યને સફળ બનાવવા માટે રાજકોટનાં જીતુ કોઠારી, સુજીત ઉદાણી, જયેશ વસા, નિલેશ કામદાર, નિલેશ ભાલાણી, મેહુલ દામાણી, મયુર શાહ, સેજલ કોઠારી, નિલેશ શાહ, ઋષભ શેઠ, તરૂણ કોઠારી, જયેશ મહેતા, ચિરાગ દોશી, ઉપેન મોદી, અમીષ દેસાઈ, અમીત દોશી, વિર ખારા, વૈભવ સંઘવી, નિપૂણ દોશી, અનીલ દેસાઈ, અનીષ વાઘર, ધર્મેશ શાહ, સતીષ મહેતા, નિતેષ કામદાર, કમલેશ શાહ, જેનીષ અજમેરા, વિક્રાંત શાહ, સુનીલ શાહ, ભરત કાગદી, ધૈર્ય પારેખ, પીયુષ મહેતા, રૂષી વસા, હેમલ કામદાર, પરેશ સંઘવી, જે.વી.શાહ, મહેશ મણીઆર, અમીનેશ રૂપાણી, ચેતન કામદાર, ભાવીન મહેતા, હર્ષદ મહેતા, પ્રકાશ ખજુરીયા, સુકેતુ ભોડીયા, અમીષ દોશી, ઉમેશ શાહ, મેહુલ બાવીસી, નિલેશ કોઠારી, પીનાકીન શાહ, પરાગ મહેતા, ઉદય ગાંધી, રોનક દોશી, આકાશ ભાલાણી, ઉદય દોશી, રોહીત પંચમીયા, ભાવેશ અજમેરા, અમીત લાખાણી, રાજુ દોશી, દિવ્યેશ દોશી, ડો.રાજુ કોઠારી, ધવલ ગાંધી, ચિરાગ ઉદાણી, શ્રેણિક વોરા, પારસ શેઠ, અલ્પેશ મોદી, જયેશ શાહ, મીહીર મોદી, મુકેશ દોશી, શૈલેષ માંઉ, સુભાષ બાવીસી, વિભાસ શેઠ, કુમાર શાહ, ભરત દોશી, મેહુલ શાહ, જીતુ લાખાણી, જુગલ દોશી, ધ્રુમીલ પારેખ, તુષાર ધ્રુવ, દર્શન શાહ, નિતીન કામદાર, ડો.પારસ શાહ, ડો.અનીમેષ ધ્રુવ, મેહુલ રૂપાણી, ડો.ભાવીન કોઠારી, મિલેશ મહેતા, ડો.અમીત હપાણી, કેતન ગોસલીયા, આકાશ મહેતા, ડો.પારસ ડી. શાહ, ડો.હીરેન કોઠારી, જીતુ મારવાડી, હેમલ પારેખ, અલ્પેશ ગોસલીયા, દર્શન લાખાણી, કિર્તી દોશી, હિંમાશુ કોઠારી, હિતેશ શાહ, નિશાંત વોરા, પારસ ખારા, પરેશ સંઘાણી, સંજય વાઘર, કેતન કોઠારી, પ્રશાંત સંઘવી, નિલેશ દોશી, વિશાલ વસા, પ્રણવ મહેતા, નિલેશ દેસાઈ, મયુર મહેતા, જસ્મીન ધોળકીયા, ધર્મેશ મહેતા, પરાગ કોઠારી, અંકુર જૈન, મૌલીક શાહ, હિંમાશુ ખજુરીયા, હીમાંશુ કામદાર, જયદત સંઘાણી, રાકેશ શાહ, ભરત પારેખ, કુણાલ મહેતા, વંદિત દામાણી, જય પરીખ, સમીપ કોઠારી, રાજ કોઠારી, માનવ ગાંધી, અક્ષત પારેખ, વત્સલ ગાંધી, જય શાહ, અપૂર્વ મણીઆર, રાજેશ મોદી, જીતેશ સંઘવી, ભાવિક શાહ, વિજય પારેખ, અજય વોરા, જીજ્ઞેશ મહેતા, બિપીન શાહ, સમીર શાહ, કેવલ મોદી, અશોક વોરા, ભાગ્યેશ મહેતા, ભાવિન ઉદાણી, બિન્દેશ મહેતા, ચિંતન દોશી, દર્શન દેસાઈ, તેજસ ગાંધી, કામિન દોશી, ધવલ દોશી, દિશીત મહેતા, ગૌરવ વોરા, જીગર મહેતા, જીજ્ઞેશ શાહ, જીનેશ શાહ, કલ્પેશ દેસાઈ, કેવીન ઉદાણી, કુણાલ દેસાઈ, મનીષ દેસાઈ, પરેશ વોરા, રાજેન દોશી સહીતનાં અનેક કાર્યકરો મહેનત કરી રહ્યા છે.

પાસ તેમજ વધુ માહિતી માટે જીતુ કોઠારી મો.૯૮૨૫૦ ૭૬૩૧૬, સુજીત ઉદાણી મો.૯૮૨૪૬ ૫૦૫૦૧ તથા જયેશ વસા મો.૯૮૨૪૦ ૪૫૬૦૧ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

(4:04 pm IST)