Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

મોરબી રોડ પર હંસા દુધાત્રાની વાડીની ઓરડીમાં જુગાર રમતી ૮ મહિલા પકડાઇ

શિવમ પાર્ટી પ્લોટમાં જુગાર રમતા ચાર ઝડપાયા

રાજકોટ, તા. રપ : મોરબી રોડ જય જવાન જય કિશાન સોસાયટી પાછળ મહિલાની વાડીમાં બી-ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતી આઠ મહિલાઓને ઝડપી લીધી હતી.

મળતી વિગત મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી બી-ડીવીઝન પોલીસ મથકના પીઆઇ આર.એસ. ઠાકર, પીએસઆઇ એમ.એસ. ડામોર, એએસઆઇ એમ.ડી. ગોસ્વામી, વિરમભાઇ ધગલ, એમ.એમ. ઝાલા, એભલભાઇ બરાલીયા, અજીતભાઇ લોખીલ, મનોજભાઇ મકવાણા, તથા પ્રકાશભાઇ પાંભર સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમીના આધારે મોરબી રોડ જય જવાન જય કિશાન સોસાયટી પાછળ હંસા સુરેશભાઇ દુધાત્રા (ઉ.વ. પ૧) રહે. સીતારામ પાર્ક-પ પેડક રોડ)ની વાડીમાં દરોડો

પાડી વાડી માલીક હંસા તથા સંતકબીર રોડ ગઢીયાનગર મેઇન રોડ પરની રમા પ્રફુલભાઇ ગઢીયા (ઉ.વ.પ૮), બેડી ચોકડી નકલંક ર્પાની મધુ અરવિંદભાઇ દાવડા (ઉ.પ૪), પેડક રોડ સીતારામ પાર્કની ભાનુ મનસુખભાઇ અજાણી (ઉ.વ.૪પ) મોરબી રોડ શીવરંજની પાર્કની જોશના રસીકભાઇ ઉમરેઠીયા (ઉ.૪પ), સંતકબીર રોડ ભોજલરામ સોસાયટીની જયશ્રી રમેશભાઇ દુધાત્રા (ઉ.૪૮), પેડક રોડ પર સીતારામ પાર્કની સુમન હરેશભાઇ ખૂંટ (ઉ.૪ર) અને શિવધારા સોસાયટીની રંજન ભગવાનજીભાઇ પાનસુરા (ઉ.૭૦) ને પકડી લઇ રૂ. ર૩પર૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

જયારે બીજા દરોડામાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એન.બી. ડોડીયા સહિતે બાતમીના આધારે કાલાવડ રોડ પર શિવમ પાર્ટી પ્લોટમાં દરોડો પાડી પ્લોટના માલીક અજય ચંદ્રકાંતભાઇ પોપટ (ઉ.વ.૩પ) (રહે. નવજીવન સોસાયટી), સત્યનારાયણનગરનો પ્રકાશ જુઠાભાઇ પરમાર (ઉ.પર), કણકોટ પાસે કવાટરનો સુગરસીંગ જેદીલાલ કુરાબા (ઉ.૩૬) અને કાલાવડ રોડ અમીવર્ષા સોસાયટીનો જીગર હમીરભાઇ હાલાણી (ઉ.પર)ને જુગાર રમતા પકડી લઇ રૂ. ૧ર૬ર૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી. (૮.૧૧)

(3:46 pm IST)