Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

વેરા વળતરના છેલ્લા દિવસો અઢી લાખ લોકોએ વેરો ભરી દીધોઃ હજુ લાખો લોકો બાકીઃ યોજના લંબાવવા માંગ

૧ લી એપ્રિલથી ર૪ ઓગષ્ટ સુધીમાં તંત્રને વેરાની કુલ ૧૧૯ કરોડની આવક

રાજકોટ, તા.,૨૫:  રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા ૧ લી એપ્રિલથી શરૂ કરાયેલ મિલ્કત વેરામાં ૧૦ ટકા વેરા વળતર યોજના ૩૧ મી ઓગષ્ટે પુર્ણ થનાર છે ત્યારે આ યોજનાના હવે છેલ્લા દિવસો છે. છતા હજુ ૧ થી દોઢ લાખ લોકોને મહાપાલીકાના તંત્ર વાહકોની ઢીલી નીતીથી વેરા બિલો મળ્યા નથી. આથી આવા લોકો વેરા વળતર યોજનાથી વંચીત રહી જાય તેવી શકયતા છે ત્યારે વળતર યોજના લંબાવવા કરદાતાઓમાં માંગ ઉઠવા પામી છે. કેમ કે અત્યાર સુધીમાં કુલ ૪ાા લાખ મિલ્કત ધારકો પૈકી માત્ર અઢી લાખ લોકોએ જ વેરો ભર્યો છે.

વેરા વસુલાત વિભાગે વેરા આવકના સતાવાર જાહેર કરેલા આંકડા મુજબ ૧ એપ્રિલથી ર૪ ઓગષ્ટ સુધીમાં કુલ ર લાખ ઁ૪૦ હજાર જેટલા કરદાતાઓએ ઓનલાઇન, સિવિક સેન્ટરો તથા પોસ્ટ ઓફીસ વગેરે મારફત કુલ ૧૧૯ કરોડ ૪૧ લાખ ૩પ હજાર પ૦૦ નો વેરો ભરી દીધો છે. આમ હવે બાકીના દોઢેક લાખ લોકોને જો વેરા વળતર યોજનામાં મુદત નહી વધે તો ભારોભાર અન્યાય થશે માટે તંત્ર દ્વારા ૧૦ ટકા વેરા વળતર યોજનાની મુદત વધારવા લોક માંગ ઉઠી છે. (૪.૧૦)

(3:44 pm IST)