Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

જીલ્લા ગાર્ડની દુર્દશાઃ અત્રેશ્વર મહાદેવ મંદિરની બાજુની દિવાલ ધરાશયીઃ બાલ ક્રિડાંગણની હાલત પણ ખરાબઃ તંત્ર જાગશે?

વીસેક દિવસથી સફાઇ પણ નથી થતીઃ દર્શને અને રમવા આવતાં બાળકો અને વોકીંગ માટે આવતાં લોકોને ભારે હાલાકી

 જીલ્લા ગાર્ડનની કેટલાક દિવસોથી તંત્રની બેદરકારીને લીધે દુર્દશા થઇ ગઇ છે. ગાર્ડનની અંદર આવેલા અત્રેશ્વર મહાદેવ મંદિરે હાલમાં શ્રાવણ માસ નિમિતે આ મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો આવે છે. ત્યારે મંદિરની બાજુની દિવાલ તુટી પડી હોઇ તેના કારણે લોકોને અગવડ પડે છે. આ દિવાલ તાકીદે રિપેર કરાવવી જરૂરી છે. ઉપરાંત બાલ ક્રિડાંગણપના સાધનો લાંબા સમયથી તૂટીને ખખડધજ થઇ ગયા છે તે પણ રિપેરીંગ માગે છે. અહિ મોટી સંખ્યામાં આસપાસના રહેવાસીઓ હરવા ફરવા અને બાળકો રમવા માટે આવે છે. બગીચામાં છેલ્લા વીસ દિવસથી સફાઇ પણ થઇ નથી. આ કારણે ગંદકી ફેલાઇ રહી છે. આ બાબતે સંબંધીત તંત્ર તાત્કાલીક કાર્યવાહી કરે તેવી લોકોની માંગણી હોવાનું જાગૃત નાગરિક વિજયભાઇ પ્રજાપતિ અને લક્ષમણભાઇ રાજપૂતે જણાવ્યું છે. તસ્વીરમાં જીલ્લા ગાર્ડનની અવદશાના દ્રશ્યો જોઇ શકાય છે.

(3:41 pm IST)