Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

ઇ-ગુજકોપ પ્રોજેકટમાં ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી ભકિતનનગર પોલીસ દ્વારા તૈયાર કરેલ દરખાસ્ત અન્વયે અરબાઝ મેમણને પાસા કરતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ

રાજકોટ: ભકિતનગર પોલીસ સ્ટેશન તરફથી માથાભારે ઇસમની છાપ ધરાવતા અને મારા-મારીના અનેક ગુન્હાઓ કરવામાં સંડોવાયેલ શખ્સની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા દરખાસ્ત પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે મંજુર કરતાં અરબાઝ રફીકભાઇ ફુફાર જાતે મેમણ મુસ્લીમ ઉવ. ૨૨ ધંધો ભંગારની ફેરી રહે. અંકુર સોસા. શે.નં.-૮ ભવાની ચોક પાસે ભાડેથી રાજકોટને વડોદરા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

 પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ તથા જે.સી.પી. ખુરશીદ અહેમદ., ડી.સી.પી.  પ્રવિણ કુમાર મિણા તથા એ.સી.પી. એચ.એલ.રાઠોડના માર્ગદર્શન હેઠળ હેઠળ વોરંટની બજવણી પોલીસ ઇન્સ. જે.ડી.ઝાલા તથા પી.સી.બી પો.ઇન્સ. વી.એસ.વણજારા તથા ભકિતનગર પોસ્ટે.ના એ.એસ.આઇ ભરતસિંહ સોલંકી, તથા પોલીસ હેડ કોન્સ. નિલેષભાઇ મકવાણા, ધનશ્યામભાઇ મેણીયા, હિરેનભાઇ પરમાર, તથા પો.કો. ભાવેશભાઇ મકવાણા, રણજીતસિંહ જાડેજા તથા હોમગાર્ડ હાર્દીક પીપળીયા, તથા પી.સી.બી. શાખાના પો.હે.કો. રાજુભાઇ હેવાલ, શૈલેષભાઇ રાવલ, અજયભાઇ શુકલા, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા, રાહુલગીરી ગૌસ્વામિએ કરી છે.

(10:57 am IST)