Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

કોઠારીયા સાંઈબાબા સર્કલ પાસે દારૂ ભરેલી કાર સાથે જામજોધપુરનો પરેશ અને બે રાજસ્થાની શખ્સોને આજીડેમ પોલીસે પકડ્યા

રાજકોટઃ પોલીસ કમીશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી પ્રવીણ કુમાર ઝોન-૦૧ તથા મદદનીશ પોલીસ કમિશ્નર પૂર્વ વિભાગ એચ. એલ. રાઠોડએ પ્રોહીબીશનના વધુમાં વધુ કેસો શોધી કાઢવા સુચના આપી હોઈ જે અન્વયે આજીડેમ પો સ્ટેના ઇન્ચાર્જ પો.ઇન્સ જે.ડી.ઝાલાની રાહબરીમાં સર્વેલન્સ સ્કોડનાં પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.એમ.ઝાલાની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન સાથેના પો.કોન્સ. કુલદીપસિંહ જાડેજાની બાતમી હકીકત આધારે સાઈબાબા સર્કલ કોઠારીયા ખાતે ટીમ વોચમાં હતી તે દરમ્યાન સિલ્વર કલરની XUV ૩૦૦ જેના રજી.નં-GJ-10-DE-2419ની કાર કોઠારીયા સાંઈબાબા સર્કલ પાસેથી નીકળતા તેને કોર્ડન કરી તપાસ કરતા દારૂની બોટલો નંગ-૩૧૨ જેની રૂ.૧,૨૪,૮૦૦ની મળતા ત્રણ આરોપીઓ  પરેશ છગનભાઈ હિંગરાજીયા રહે.જામજોધપુર જી-જામનગર, (ર) રામલાલ મુક્તારામ લોહાર રહે.હલીવાવ ગામ તા-ચિંતનવાના -ઝાલોર (રાજસ્થાન) અને (૩) પાબુરામ જગદીશરામ ડારા (બિશ્નોઈ) રહે.ગામ-બુલ તા-ધોરીમતા જી-બાડમેર (રાજસ્થાન)ને ઝડપી લઈ કુલ કી.રૂ.૪,૪૦,૮૦૦નો મુદામાલ કબ્જે લીધો છે.

પરેશ અગાઉ  સાયલા, બેચરાજી, લાલપુર, ઉપલેટા, જામ જોધપુરમાં દારૂના 8 ગુનામાં પકડાઈ ક્ષહુકયો છે. આ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર જે.ડી.ઝાલા તથા પો.સબ. ઇન્સ. એમ.એમ.ઝાલા તથા એ.એસ.આઈ યશવંતભાઈ ભગત તથા પો.હેડ.કોન્સ કૌશેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ જયપાલભાઈ બરાળીયા તથા પો.કોન્સ.ભીખુભાઈ મૈયડ તથા પો.કોન્સ. કુલદીપસિંહ જાડેજા તથા ઉમેદભાઈ ગઢવી સહિતે કરી હતી.

(10:43 am IST)