Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

સોનુ પર૭૦૦ રૂપિયાની ઐતિહાસિક સપાટીએ

આજે વધુ ૩પ૦ રૂ. નો ઉછાળો : સોનું (૧૦ ગ્રામ) ના ભાવ વધીને પર૭૦૦ રૂ. (બીલ)માં તથા પર૪૦૦ રૂ.(બીગ વગર) : ચાંદીમાં ર૦૦ રૂપિયા વધ્‍યા

રાજકોટ, તા. ર૪ : સોનામાં તેજીના તરખાટની દિન-પ્રતિદિન નવી ભાવ સપાટી જોવા મળી રહી છે. આજે સોનામાં વધુ ૩પ૦ રૂપિયાનો ઉછાળો થતા સોનું (૧૦ ગ્રામ)ના ભાવ (બીલ)માં પર૭૦૦ રૂ.ની ઐતિહાસિક સપાટી સર કરી છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીના પગલે આજે સ્‍થાનિક બજારમાં સોનામાં વધુ ૩પ૦ રૂપિયા નો ઉછાળો થયો હતો. ગઇકાલે રાત્રે સોનુ સ્‍ટાર્ન્ડડ (૧૦ ગ્રામ) ના ભાવ પર૪પ૦ રૂપિયા (બીલ)માં હતા તે વધીને આજે બપોરે ર વાગ્‍યે પર,૭૦૦ રૂપિયા ની સપાટીએ પહોંચ્‍યા હતા. સોનુ સ્‍ટાર્ન્ડડ (૧૦ ગ્રામ) (બીલ વગર) ના ભાવ પર,૧૦૦ રૂપિયા હતા તે વધીને પર૪પ૦ રૂપિયા ની ટોચે ભાવ પહોંચ્‍યા હતા. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ) એ એક  જ ઝાટકે ૩પ૦૦ રૂપિયા નો તોતીંગ ભાવ વધારો થતા સોનાના બિસ્‍કીટના ભાવ (બીલ)માં પર૭૦૦૦ ની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે.

જયારે ચાંદીમાં ર૦૦ રૂપિયા ના ઉછાળો સાથે ચાંદી ચોરસા (૧ કિલો) ના ભાવ પ૯પ૦૦ રૂપિયા થયા છે.

અત્રે એ નોંધનીય છે કે  ચાલુ સપ્‍તાહમાં સોનામાં ૧૦ ગ્રામ ર૭૦૦ અને બિસ્‍કીટ ર૭૦૦૦ તેમજ ચાંદીમાં ૭પ૦૦ રૂ. નો તોતીંગ ભાવ વધારો થયો છે.

(8:53 am IST)