Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ચુનારાવાડમાં ભંગારના ધંધાર્થી સુનિલને નશાખોર વિશાલે ‘તને શેનો પાવર છે?' કહી છરી ભોંકી દીધી

બહેન પૂજા દેકારો સાંભળી દોડતાં હુમલાખોર ભાગી ગયોઃ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો

રાજકોટ તા. ૨૫: ચુનારાવાડ શેરી નં. ૫માં રહેતાં અને ભંગારનો ધંધો કરતાં સુનિલ દિનેશભાઇ પરમાર (દેવીપૂજક) (ઉ.૨૦)ને રાતે અઢી વાગ્‍યે પોતાના ઘર પાસે ઉભો હતો ત્‍યારે વિશાલ દેવીપૂજક નશો કરી દેકારો કરતો હોઇ તેની સામે જોતાં તું શું જોવ છે, તને શેનો પાવર છે? કહી છરીનો ઘા ડાબા પગે ઝીંકી દીધો હતો.

સુનિલે દેકારો મચાવતાં તેની બહેન પૂજા અને બનેવી નિતેશ સહિતના અવાજ સાંભળી દોડી આવતાં હુમલાખોર વિશાલ ભાગી ગયો હતો. બહેન પૂજાએ લોહીલુહાણ હાલતમાં ભાઇ સુનિલને હોસ્‍પિટલમાં ખસેડતાં હેડકોન્‍સ. રામશીભાઇ વરૂએ થોરાળા પોલીસને જાણ કરી હતી.

(4:18 pm IST)