Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

પૂર્વ કોર્પોરેટર સ્‍વ. રતિભાઇ બોરીચાની કાલે જન્‍મતિથિઃ મવડીમાં ચોકનું નામકરણ લોકડાયરો-નોટબુક તુલા

લોકટાયરામાં ઘોર કરવા (પૈસા ઉડાડવા)માં નહિ આવે, એકત્રીત થયેલ ફંડમાંથી સુકન્‍યા સમૃધ્‍ધિ યોજના હેઠળ દીકરીઓના ખાતા ખોલી આપવામાં આવશે : પદાધિકારીઓનો ઋણ સ્‍વીકાર કાર્યક્રમઃ લોકડાયરામાં રાજભા ગઢવી અને પૂનમબેન ગોંડલીયા જમાવટ કરશે

રાજકોટ : સ્‍વ. રતિભાઇ રામભાઇ બોરીચા વર્ષ ૧૯૮૬થી ૧૯૯૧ સુધી રાજકોટ મહાનગર પાલીકામાં કોર્પોરેટર તરીકે ચુંટાઇને રોશની સમિતિના ચેરમેન તરીકે વ્‍યાપક કામગીરી કરીને લોકપ્રિય થયા હતા, ૧૯૯૧થી બે ટર્મ સુધી રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ રહ્યા હતા. ૨૦૧૦થી ૨૦૧૫ સુધી તાલાલા તાલુકા પંચાયત સદસ્‍ય તરીકે ચુંટાઇને વિરોધ પક્ષના નેતા તરીકે પાંચ વર્ષ રહ્યા હતા.

તાજેતરમાં તા.૧૯-૫-૨૦૨૨ના રાજકોટ મહાનગર પાલીકાની સાધારણ સભામાં ઠરાવ પાસ થયેલ મવડી મેઇન રોડ, આનંદ બંગલા ચોકથી લક્ષ્મીનગર મેઇન રોડ તરફ જતા મૈંગો માર્કેટવાળા ચોકનું નામ સ્‍વ.રતિભાઇ રામભાઇ બોરીચા ચોક નામકરણ કરવામાં આવશે અને આવતીકાલે તા.૨૬ને રવિવારે સ્‍વ. રતિભાઇ રામભાઇ બોરીચાની જન્‍મ તિથિ નિમિત્તે પદાધિકારીઓનો ઋણ સ્‍વીકાર અને (રાજભા ગઢવી તથા પૂનમબેન ગોંડલીયા)ના ભવ્‍ય લોક ડાયરાનું આયોજન ‘સ્‍વ. રતિભાઇ રામભાઇ બોરીચા પરિવાર' દ્વારા કરવામાં આવેલ છે.

સ્‍વ.રતિભાઇ રામભાઇ બોરીચા ચોક નામકરણ અનાવરણ રાજયના મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણીના વરદ હસ્‍તે કરવામાં આવશે, કાર્યક્રમના પ્રમુખ સ્‍થાને શ્રી ઉદયભાઇ કાનગડ, મેયરશ્રી ડો. પ્રદિપભાઇ વડ-રાજકોટ શહેર ભાજપ, પ્રમુખશ્રી કમલેશભાઇ મીરાણી, ધારા સભ્‍યશ્રી ગોવિંદભાઇ પટેલ, રાજય સભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીયા તેમજ પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઇ બોઘરાની નોટબુક તુલા કરવામાં આવશે અને નોટબુક તુલામાં જે નોટબુક થશે તે નોટબુક રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સંચાલીત શાળાના વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવશે.

આ પ્રસંગે અતિથી વિશેષ તરીકે રાજકોટ ગ્રામ્‍યના ધારાસભ્‍યશ્રી લાખાભાઇ સાગઠીયા શ્રી નિતિનભાઇ ભારદ્વાજ, શ્રી ધનસુખભાઇ ભંડેરી, શ્રી પરેશભાઇ પીપળીયા તેમજ કોર્પોરેટરની શ્રી ઓ સ્‍ટે. ચેરમેન શ્રી  પુષ્‍કરભાઇ પટેલ, ડે મેયરના દર્શિતાબેન શાહ, પાર્ટી નેતાશ્રી વિનુભાઇ ઘવા, દંડક શ્રી સુરેન્‍દ્રસિંહવાળા, મહા મંત્રીઓ જીતુભાઇ કોઠારી, શ્રી નરેન્‍દ્રસિંહ ઠાકુર, શ્રી કિશોરભાઇ રાઠોડ, આહિર સમાજના આગેવાનશ્રીઓ   શ્રી અશોકભાઇ ડાંગર, શ્રી ઘનશ્‍યામ હેરભા, શ્રી બાબુભાઇ સબાડ, શ્રી નાગદાનભાઇ ચાવડા, શ્રી હરિભાઇ ડાંગર તેમજ વોર્ડ નં.૧૩ના કોર્પોરેટરો તેમજ વોર્ડ નં.૧૩ના સંગઠનના હોદેદારો ઉપસ્‍થિત રહેશે.

આ લોક ડાયરામા ઘોર કરવા (પૈસા ઉડાવવા) ની સખત મનાઇ રાખવામાં આવી છે. અને આ લોક ડાયરામાં જે કોઇ સ્‍વૈછિક ફંડ આપવા માંગતા હોઇ તેમના માટે ફંડમાંથી ૦ થી ૭ વર્ષની દીકરીઓના સુકન્‍યા સમૃધ્‍ધિ યોજનામા પોસ્‍ટમા બચત ખાતા ખોલાવીને પાસબુક તેમના પરિવારને પહોચાડી આપવામાં આવશે તેમ આગેવાનોએ જણાવ્‍યુ હતું આ અંગે વધુ વિગતો માટે મો. ૯૦૩૩૪ ૪૪૪૪૪, ૯૦૩૩૨ ૩૩૩૩૩ ઉપર સંપર્ક કરવો.

તસ્‍વીરમાં વૈભવભાઇ બોરીચા, ચેતનભાઇ બોરીચા, સંજયભાઇ બોરીચા અને સાગરભાઇ બોરીચા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)  

(4:02 pm IST)