Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

શહેરમાં કોરોનાના ૫૯ દર્દીઓ સારવાર હેઠળ

ગઇ કાલે ૭ કેસ નોંધાયાઃ કુલ આંક ૬૩,૮૪૦એ પહોંચ્‍યો : બપોર સુધીમાં શુન્‍ય કેસ

રાજકોટ,તા.૨૫: સમગ્ર વિશ્વમાં છેલ્લા અઢી વર્ષથી હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી માથુ ઉંચકયુ છે ત્‍યારે શહેરમાં દરરોજ ૩થી૧૦ ની વચ્‍ચે કેસ નોંધાય રહ્યા છે ત્‍યારે ગઇકાલે ૭ રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા છે. હાલ ૫૯ દર્દીઓ સારવાર હેઠળ છે.

 આ અંગે મનપાના આરોગ્‍યવિભાગના સતાવાર સુત્રોમાંથી મળતી વિગત મુજબ ગઇ કાલે ૭ કેસ નોંધાયા છે. જેમાં સુંદરમ સીટીમાં ૨૯ વર્ષીય યુવતી, ગોપાલ ચોક વિસ્‍તારમાં રહેતા ૫૯ વર્ષીય મહિલા, પરાબજારમાં ૩૦ વર્ષીય યુવક તથા લક્ષ્મીવાડી વિસ્‍તારમાં ૫૦ વર્ષીય અને ૪૦ વર્ષીય પુરૂષ, આનંદનગરમાં ૪૦ વર્ષીય મહિલા, પુજારા પ્‍લોટમાં ૩૬ વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા છે.

મ્‍યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં શુન્‍ય કેસ નોંધાયો છે. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૬૩,૮૪૦ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૬૩,૨૮૨ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૧૬૯૮ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૭ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૨૧ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૮,૪૫,૨૯૧ લોકોનાં  ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૪૬ ટકા થયો છે. રિકવરી રેટ ૯૯.૧૨ ટકાએ પહોંચ્‍યો છે. ગઇકાલે ૫ દર્દીઓ સાજા થયા છે.

(3:59 pm IST)